________________
પિકવિક ક્લમ
૩૩૬
રખડપા કરું છું.”
ઃ
‘સંદેશા આપવાનું તેા હમણાં નહીં બની શકે. કારણ કે તે સાંજના બહુ થાડા વખત તેના ઘરના બગીચામાં એકલી ફરવા નીકળે છે. તે વખતે તેને મળાય તે। મળાય. બાકી તે હંમેશ પેલી મુઠ્ઠી બાઈની સાથે જ નીકળતી હેાય છે. ”
મે તરત જ પેાતાની યેાજના વિચારી લીધી. સાંજે આરાએલાને બગીચામાં કરવાને સમય થાય ત્યારે જ પાછા આવવું, અને મેરીના ઘરવાળા બગીચામાં ઊભેલા એક મેટા ઝાડ ઉપર ચડી જવું; પછી આરાખેલાના બગીચામાં ઝઝૂમતી તેની ડાળીઓ ઉપર જઈ સંતાઈ જવું. પછી આરાખેલાને મિ॰ વિંકલની વાત કરીને, તે કબૂલ થાય, તે। એ જ રીતે, એ જ જગાએ, તે મેની મુલાકાત બીજે દિવસે સાંજે ગેાઠવાય તેા ગેાઠવવી.
પછી મૅરીતે તેનું શેતરંજીએ ઝાટકવાનું અટકી પડેલું કામ જલદી પતાવી આપવામાં સૅમ ખરા દિલથી મદદ કરવા લાગ્યા. અને આમ તે શેતરંજીએ ઝાટકવી એ તદ્દન બિન-જોખમકારક વસ્તુ છે; કારણુ કે બંને પક્ષે શેતરંજી જેટલા તા દૂર રહે છે. પણ જ્યારે શેતરંજીની ગડી કરવાની થાય, ત્યારે તે કામ પૂરું જોખમકારક બની રહે છે. કારણ કે દરેક ગડીએ બંને પક્ષનું અંતર અર્ધું થતું જાય છે. અને જ્યારે ગડી વાળતાં વાળતાં એ અંતર બત્રીસમા ભાગ જેટલું થઈ જાય છે, ત્યારે પછી એ બંને પક્ષે જો સૅમ અને મૅરી હાય, તેા છેવટની ગડી વખતે એ બંને જણુ કાઈ અગમ્ય રીતે એક બીજાની લગેાલગ જ આવી જાય છે.
વખતસર સૅમ પાછે! આવી મૅરીના બગીચામાં થઈ ઝાડ ઉપર ચડીને, આરાખેલા જ્યાં ફરવા આવતી તે તરફની ડાળીમાં છુપાઈ ગયા. આરાખેલા ગમગીનપણે બગીચામાં આવીને એકલી આંટા મારવા લાગી,