________________
ઍમની કામગીરી
૩૩૩ “ઠીક, તો હું એમ માનતો હતો કે, તમારા માલિકને મારી ઓળખાણનું બહુમાન મળેલું છે, પણ હવે મને લાગે છે કે, મારી માન્યતા બેટી છે. પણ મારો આભાર માનવાની તસ્દી લેવાની જરૂર નથી.” પેલાને અંદર જઈ દરવાજો બંધ કરવાની તૈયારી કરતો જોઈ સેમે કહ્યું, “સગવડ પહેલી, ને શિષ્ટાચાર પછી; હું તમને ક્ષમા આપું છું.”
તારું માથું હું અર્ધા ક્રાઉનના બદલામાં તેડી નાખવા તૈયાર છું.”
“પણ એ શરતે એ કામ કરાવવું મને પાલવે તેવું નથી; બદલામાં આખી જિંદગીની જનમટીપ ભોગવવા તમે તૈયાર હો તોપણ નહીં. પણ અંદરનાં સૌને માટે આભાર જણાવજો ને જમવા માટે મારી રાહ ન જુએ એમ કહી દેજે. વળી મારે માટે કશું ઢાંકી મુકાવવાની પણ જરૂર નથી, કારણ કે હું આવું તે પહેલાં એ વાસી થઈ જશે.”
પેલે હવે એક ગાળ ભાંડી, બારણાને જોરથી બંધ કરવા દ્વારા પિતાનો ગુસ્સો વ્યક્ત કરીને દેખાતો બંધ થયો. તેના વાળની એક લટ યાદગીરી માટે આપતા જવાની તેમની ભાવભરી વિનંતી પણ તેણે પિતાના ગુસ્સા આડે સાંભળી નહીં.
સેમ હવે એક પથરા ઉપર થાક ખાવા બેઠે; તથા શું કરવું તે વિચારવા લાગ્યો. પ્રથમ તો તેણે એવી યોજના ઘડી કાઢી કે બ્રિસ્ટલની આસપાસ પાંચ માઈલ સુધીનાં બધાં બારણાં ઉપર ટકેરા મારી ઉઘાડાવવાં. રેજનાં દેઢસો કે બસો બારણું એ રીતે ઉઘાડાવીએ. તે કઈ ને કઈ બારણું ઉઘાડવા આરાખેલા પતે આવે, તે તરત ભેટ થઈ જાય.
તે આમ વિચાર કરતો બેઠો હતો, તેવામાં પાસેના બીજા એક ઘરમાંથી નોકરડી શેતરંજી ઝાટકવા બહાર આવી. એ કરડી દૂરથી બહુ ફૂટડી દેખાતી હતી, અને ભારે શેતરંજીઓ ઊંચકવા લાગવા કોઈ મદદગાર તેની સાથે ન જોતાં, સેમ કેવળ સ્ત્રી પ્રત્યેના – હા, જુવાન સ્ત્રી પ્રત્યેના આદરભાવથી જ પ્રેરાઈ તેને મદદ કરવા ઊઠયો.