________________
સમની કામગીરી
૩૩૧
“ મારા વિચાર એવા ઉપલેા નથી, એ માનવા હું તમને આગ્રહપૂર્વક વિનંતી કરું છું; અલબત્ત, તમે મને બીજી સ્ત્રીએ પ્રત્યે પણ ખેંચાયેલા જોયેા છે, પણુ આ યુવતી પ્રત્યેને મારા પ્રેમ તદ્દન જુદી વસ્તુ છે. મને એમ લાગે છે કે, મારું જીવનભરનું સુખ અને સાર્થકષ એ સ્ત્રીમાં જ સમાયેલાં છે.
""
ત્યાર પછી મિ॰ વિંકલે એ યુવતીના ભાઈ બેન્જામિન ઍલન પાસેથી પેાતાને મળેલી માહિતી કહી સંભળાવી, તથા ઉમેર્યું કે મારા વિચાર ગમે તેમ કરી એક વખત તે યુવતીની મુલાકાત લેવાને છે, જેથી હું મારી લાગણી તેની સમક્ષ નિવેદિત કરી શકું. એ યુવતીને અત્યારે · ડાઉન્સ ' તરફ કયાંક તેની ફાઈ તે ત્યાં પૂરી રાખવામાં આવી છે અને તે યુવતીને એ લગ્ન સામે સખત વિરાધ છે, એટલું હું તેના ભાઈ સાથેની વાતચીત દરમ્યાન સાંભળેલા ઉલ્લેખા ઉપરથી કલ્પી શકું છું.
'
ખીજે દિવસે સૅમને એજામિન ઍલનના કથા ઉપરથી સૂચિત થતા ‘ ડાઉન્સ ’ નામના વિભાગમાં આરામેલા ઍલનની તપાસ માટે મેાકલવામાં આવ્યા. બંનેને સૅમની શક્તિ ઉપર વિશ્વાસ હતેા અને પેાતાની બંનેની એ બાબતની શક્તિ ઉપર અવિશ્વાસ હતા. તેથી એ બે જણાએ તેા બીજે દિવસે મિ॰ બૅબ સાયરની મુલાકાત લેવાનું નક્કી કર્યું, જેથી, તેની સાથેની વાતચીતમાંથી આરાખેલાને જ્યાં છુપાવવામાં આવી છે તે સ્થળ વિષે વિશેષ માહિતી કદાચ મળી જાય.
સૅમ અનેક તકરચાકર, ઘેાડાગાડીવાળા વગેરેની સાથે વાતચીત કરતા પેાતાની શેાધખેાળને કામે આગળ વધવા લાગ્યા. પણ કેટલાંય ઘરામાં જુવાન ખાઈ હતી, અને તે બાઈએ કાઈની સાથે ગુપ્ત રીતે પ્રેમમાં પડી હાવાને! ઘરના તેકરચાકરાને પાકે પાયે વહેમ હતેા પરંતુ .આરાખેલા ઍલન નામતી યુવતી વિષે તેા સૅમ કંઈ સમાચાર ન મેળવી શકયો.