________________
પિકવિક ક્લબ આગ કે એવા કોઈ અકસ્માતને વખતે તેણે જલદી દેડી આવીને બારણું ખોલી નાખવું જોઈએ, એ સમજી રાખવાનું. બીજે દિવસે જ વહેલી સવારે મિત્ર વિકલે મિ. પિકવિકને પત્ર લખી, ડાઉલર સાથે જ હાથે હાથ પહોંચાડાવો અને તેમાં સેમ તથા વિકલ બ્રિસ્ટલમાં થોડા વધુ દિવસ રોકાય તેવી પરવાનગી માગવી અને તે અંગેનો જવાબ વળતા જ કાચથી પરત માગવો. જે પરવાનગી મળે, તો બંને જણ બ્રિસ્ટલમાં રહે. આ દરમ્યાન મિત્ર વિકલે બારીમાંથી, ધુમાડિયામાંથી કે બીજા કાઈ માર્ગે ભાગી જવા પ્રયત્ન ન કરે.
શરતો બંને પક્ષે કબૂલ રખાતાં, સેમ બારણે તાળું મારી નીચે સૂવા રવાના થયો.
૨.
બીજે દિવસે સેમે મિત્ર વિકલને એક ક્ષણ પણ વિલા ન મૂક્યા. વિકલ ખૂબ અકળાયા, પણ સેમને મન મિ. પિકવિકનો હુકમ એટલે ઈશ્વરી આજ્ઞા હતી, અને તે બાબતમાં તે જરાય નમતું મૂકવા તૈયાર ન હતો.
છેવટે સાંજના આઠેક વાગ્યે મિ. પિકવિક પોતે જ કાચમાં બેસી ત્યાં દોડી આવ્યા, અને તેમણે બધું જાણ્યા પછી હસીને સેમને તેની ફરજમાંથી મુક્ત કર્યો, ત્યારે જ મિત્ર વિકલનો છૂટકે થયો.
મેં જાતે જ દોડી આવવાનું ઠીક માન્યું,” મિ. પિકવિકે મિ. વિંકલને સંબોધીને કહ્યું; “ કારણ કે, સેમને તમારી મદદમાં મૂકતા પહેલાં મારે ખાતરી કરી લેવી જોઈએ કે, તમે પેલી યુવતીની બાબતમાં ખરેખર ગંભીરતાપૂર્વક તથા સમજદારીપૂર્વક વિચાર કરી રહ્યા છે કે કેમ.”
હું એટલું જ કહેવા માગું છું કે, હું તેને મારા પૂરા અંતરથી ચાહું છું, અને મારી એ લાગણી ઉપરછલી નથી.”
જુઓ ભાઈ, હું કોઈ યુવતીની નાજુક લાગણીઓ સાથે તમને ઉપરછલી રમત રમવા દઈ શકીશ નહિ, એ યાદ રાખજે.”