________________
મિ વિંકલની ખેલદિલી
૩ર૭ કઈ સદગૃહસ્થને હું પડકારી બેઠો હતો અને પેલા સગ્રહસ્થ જે એ ઝીલીને મારી સામે લડવા આવી જશે, તો હું શું કરીશ? હું તરત એ વાત સમજી ગયો અને તમને શોધવા નીચે ઊતર્યો. પણ તમે મળ્યા નહિ, અને તમારા મિત્ર મિ. પિકવકનું મેં મેં ખૂબ ઉદાસ જોયું એટલે હું સમજી ગયો કે, તમે કદાચ પિસ્તોલની જોગવાઈ કરવા જ નીકળી ગયા હશો. ખરેખર, તમારી એ શૌર્યભરી અને ખેલદિલીભરી વર્તણૂકની હું બહુ કદર કરું છું. પરંતુ, મેં કહ્યું તેમ, મારે ઈરાદે કશું અપમાન કરવાનો હતો જ નહિ. સંજોગવશાત જ હું એવું બેલી બેઠે, અને મિસિસ ડાઉલરે જ્યારે મને ઉપરથી તતડાવ્યો કે, બારણું ઉઘાડવા જાગતા રહેવાનું મેં વચન આપ્યું હોવા છતાં હું ઊંધી ગયો, અને બારણું ઠેકી ઠેકીને માનાવાળાને દમ નીકળી ગયો છતાં હું ન જ ઊઠશે ત્યારે તમે ભલા થઈ રાતનાં કપડાંમાં જ ઉતાવળે બારણું ઉઘાડવા આવ્યા; પણ તે વખતે સામેથી સ્ત્રીઓને આવતી જોઈને, રાતના પોશાકમાં સ્ત્રીઓ સન્મુખ ન દેખાવાની સદ્ગહસ્થાઈ દાખવવા જ તમે મ્યાના-ખુરસીમાં પેસી ગયા હતા – એ બધું જાણ્યા પછી મને મારી વર્તણૂક બદલ એટલો બધો ખેદ થશે કે, હું પાછળ તમારે માટે ચિઠ્ઠી મૂકીને, આ તરફ કામકાજ હેવાથી અહીં દોડી આવ્યો. પણ તમને એ ચિઠ્ઠીથી સંતોષ ન થયે, એટલે તમે જાત-ખુલાસો મેળવવા મારી પાછળ પાછળ અહીં આવ્યા ખરુંને? તમે ઠીક જ કર્યું. પણ હવે એ બધું ભૂલી જાઓ. મારું કામકાજ પણ હું પરવારી ગયો છું, એટલે હું કાલે જ પાછો ફરું છું. તે તમે પણ મારી સાથે ચાલે.”
વિકલ હવે બધી વાત સમજી ગયા. આ ડાઉલર પણ ઉપર ઉપરથી જ તુમાખી બનાવતો હતો; બાકી અંદરખાનેથી છેક જ કાયર માણસ હતો. એટલે તે પણ, બધો ઉશકેરાટ શમે નહિ ત્યાં સુધી જાતને બચાવવા ખાતર જ, બહારગામ ભાગી આવ્યો હતો. ભલે બહાનું કામકાજ’નું બતાવતો હોય !