________________
મિ વિંકલની ખેલદિલી
૩૨૫ વિસેક વખત પેલી બાઈએ કેસની વિગતો કહી સંભળાવી પછી, મિત્ર બેબ સૈયર તરત ઘેન ઓછું કરવા માથે ભીના પાણીનું પતું મૂકી દઈ લીલાં ચમાં ચડાવી, તેની સાથે ચાલતા થયા.
મિત્ર વિકલ પણ એલનની રજા લઈ બુશ હોટેલ તરફ રવાના થયા. મિ. એલન ત્રણેક અઠવાડિયાંથી બોબ સૈયર સાથે જ રહેતા હતા અને દારૂના ઘેનમાં જ વખત પૂરી કરતા હતા.
મિત્ર વિકલે ઉતારે જઈ, કાંઈ ખાવાની રુચિ રહી ન હોવાથી માત્ર સેડા-ટર અને બ્રાન્ડીને પ્યાલો મંગાવીને પી લીધે; પછી તે હોટેલના કૉફી-રૂમમાં આવી અંગીઠી પાસે જઈને બેઠા. તેમને આરાબેલાની વાત સાંભળી ચિંતા થઈ હતી અને તે ભારે વિચારમાં પડી ગયા હતા.
આખા ઓરડામાં બીજા એક જ ગૃહસ્થ અંગીઠી પાસે બેઠા હતા. તેમની પીઠ મિ. વિંકલ તરફ હતી. પણ બીજા કોઈ ગૃહસ્થને પાછળ આવીને બેઠેલે જે તેમણે પોતાની ખુરશી વચ્ચેથી જરા બાજુએ ખસેડી, જેથી મિ. વિકલને પણ અંગીઠીનો સીધો તાપ મળે.
પણ આ શું? એ માણસ મિડાઉલર પોતે હતા –જેમનાથી ભાગીને મિત્ર વિકલ બ્રિસ્ટલ આવ્યા હતા !
મિ. વિકલને સૌથી પ્રથમ વિચાર મદદ માટે ઘંટ વગાડવાને આવ્યું. તેનું દેરડું મિ. ડાઉલર બેઠા હતા તે તરફ હોવાથી તેમણે તે તરફ પગલું ભર્યું કે મિ. ડાઉલર એકદમ નમી પડયા અને બેલ્યા, “મિત્ર વિકલ, સાહેબ, શાંત પડે, શાંત પડે; મને મારશે નહિ. જરા બેસો અને હું કહું તે સાંભળી લો.”
ડાઉલરની વાણુ એવા ડરી ગયેલા માણસની હતી કે, મિત્ર વિકલને જ નવાઈ લાગી. છતાં પગથી માથા સુધી ધ્રુજતા ધ્રુજતા તે બોલ્યા, “તમારી પાસે બેસું? એમ ? તમે ગઈ કાલે રાતે જ ધમકી આપી છે, તે ભૂલી ગયા?”