________________
૩૨૪
પિકવિક ક્લબ મિ. વિકલને સળિયો કોઈની પણ પરીમાં પેઠે હોય, એ ચિત્ર બહુ પસંદ ન આવ્યું; કારણ કે, તે પોતે જ આરાબેલા ઉપર ઓછા આસક્ત ન હતા; અને તેમને ઊંડે ઊંડે વહેમ હતો કે, આરાબેલા પણ પોતાના ઉપર તેટલી જ આસક્ત છે. એટલે તેમને ડર પણ લાગ્યો કે, મિ. બેન્જામિન એ સળિયો પોતાની પરીમાં જ પેસવાને સરજાયો છે; છતાં છેવટે તેમણે ધીમે રહીને પૂછયું, “તમારાં બહેન હા મિત્ર વોર્ડલને ત્યાં જ છે કે શું?”
ના, ના, ત્યાં તો હું એના જેવી મનસ્વિની છોકરીને રહેવા જ ન દઉં; કારણ કે ત્યાં તેને ચડાવનારા કે ટેકો આપનારા ઘણા નીકળે. એટલે હું તો એને – મારાં માબાપ ગુજરી ગયાં હાઈ– આ તરફ એક ઘરડાં ફઈને ત્યાં લઈ આવ્યો છું. ત્યાં તે બીજા કોઈને મળી શકે તેમ જ નથી. મને લાગે છે કે, એ જગાએ થોડા દિવસમાં તેના મનનો તેર ઊતરી જશે. અને છતાં જે તે નહિ માને, તો થોડા દિવસ બાદ હું તેને લઈ પરદેશ ચાલ્યો જઈશ, એટલે તે તરત સીધી થઈ જશે.”
તમારાં ફેઈ અહીં બ્રિસ્ટલમાં જ રહે છે, ખરું ?”
“ના, ના; બ્રિસ્ટલમાં નહિ.” પછી તેણે પિતાનો અંગૂઠે જમણું ખભા તરફ ઉલાળીને કહ્યું, “એ તરફ રહે છે; પરંતુ બૅબ હવે આવશે; તેને કશી વાતની ખબર ન પડવી જોઈએ; એટલે હવે એ વાત બંધ કરી દે.”
જમ્યા પછી, દારૂનું પાન બરાબર ચાલ્યું; પણ મિ. વિકલે જોયું કે, અહીં તો ધંધેદારી ખ્યાતિ જમાવવાની હોઈ મિ. બેબ સેયરે બખાળા પાડીને ગાણું ચલાવ્યું નહિ. જોકે, વાતચીત અને ખડખડાટ હસવાનું ભરપદે ચાલતાં જ હતાં.
| દારૂ બરાબર ચડવા લાગ્યો, એવામાં જ એક જુવાન બાઈ ડેક્ટરને પાસેની શેરીમાં કેસ તપાસવા માટે વિઝિટે બોલાવવા આવી.