________________
હર
પિકવિક કલબ ધમકી આપી હતી; પણ સાહેબ, તમે જ વિચાર કરીને કે સંજોગો કેવા શંકા ઉપજાવે તેવા હતા. પણ બધા ખુલાસા થઈ ગયા છે. અને તમને ખોટું લાગી જાય એ સ્વાભાવિક છે. પરંતુ તમારી લાગણીઓ એક સગ્રહસ્થને છાજે તેવી જ છે – હું તેમની કદર કરું છું અને મને તમારા મિત્ર તરીકે સ્વીકારવા વિનંતી કરું છું.”
મિ. વિંકલ તરત સમજી ગયા કે, કંઈક જુદી જ વાત છે; અને મારી પેઠે આ ડાઉલર પણ કંઈક ડરનો માર્યો ભાગે છે, તેથી જ અહીં પણ મને સામે દેખી તેના મોતિયા મરી ગયા છે. તેમણે તરત કંઈક જુદી રીતે વાત કરી જેવા પ્રયત્ન શરૂ કર્યો: પણ ખરેખર, સાહેબ, હું—”
હા, હા, તમે શું કહેવા માગે છે તે હું સમજી ગયે છું. બધું સ્વાભાવિક જ છે. હું પણ તમારી જગાએ હોઉં તો તેમ જ કરું. મારી ગંભીર ભૂલ થઈ હતી. તમારી હું માફી માગું છું; મને તમારા મિત્ર તરીકે સ્વીકારે.”
આમ કહેતાં કહેતાં ડાઉલરે મિવિકલને પરાણે હાથ પકડીને બેસાડી દીધા. અને તેમ કરવામાં તેને જે જેર દાખવવું પડયું, તેથી મિ. વિકલની તાકાત વિષેને તેને અંદાજ એકદમ વધી ગયો.
“પણ હવે મહેરબાની કરીને મને કહો કે, તમે મને અહીં શી રીતે શોધી કાઢશે? સાચે સાચું કહી દો.”
તદ્દન અકસ્માત રીતે જ ” મિવિલે ટૂંકમાં જવાબ આપ્યો.
“હું પણ તમને અહીં અકસ્માત જ મળવા પામ્યો એ સારું થયું. બધી ખુલ્લંખુલ્લા વાત થઈ શકશે; ત્યાં બધાં વચ્ચે સાચા ખુલાસા ન થઈ શકે. આજે સવારે જ હું જાગ્યો ત્યારે મને રાતને આખો પ્રસંગ યાદ આવ્યો, અને મને હસવું આવી ગયું. મેં તરત જ મિસિસ ડાઉલરને કહ્યું કે, રાતે કશું સમજ્યા વગર મેં તમને કેવી ધમકી આપી હતી. મિસિસ ડાઉલરે મને તરત જ ચેતવ્યું કે,