________________
૨૨
પિકવિક લઇ ગાળવા લાગ્યા. એક વખત તે કિલટન તરફ જવા નીકળ્યા. પણ શહેરની ગલી-કૂંચીઓમાં તે જરા અટવાઈ ગયા. એટલે કેાઈ મકાનવાળાને પૂછીને રસ્તાની ભાળ મેળવવાના ઇરાદાથી, એકાદ દુકાન ખુલ્લી જોઈ તે તેમાં પેઠા. પણ આગળના ભાગમાં ગિલેટિયાં લેબલવાળાં ખાનાંવાળો ઘોડો અને શીશીઓવાળો ગલ્લે હોવા છતાં, કોઈ માણસ હાજર ન હતું. એટલે તેમણે અંદરના બારણું ઉપર ટકોરા માર્યા. અંદરથી વાતોનો અવાજ આવતો હતો.
બીજે ટકોરે એક ગંભીર દેખાવને, લીલાં ચશ્માંવાળે યુવાન હાથમાં મેટી ચોપડી સાથે નીકળ્યો. તેણે ગલ્લા પાછળ પહોંચી જઈ મિ. વિકલને પૂછ્યું, “આપને શું જોઈએ છે?”
“આપને તકલીફ આપવા માટે હું બહુ દિલગીર છું, પરંતુ આપ મને લિ–”
પણ મિત્ર વિકલ વાકય પૂરું કરે, તે પહેલાં તો પેલો જુવાનિયો ખડખડાટ હસી પડશે. તે તો હાથમાંની ચોપડી હવામાં ફંગાળી, ગલ્લા ઉપરની શીશીઓને ભૂકો થઈ જવાનું જોખમ ઊભું થાય તે રીતે બહાર નીકળી આવ્યો. તે બૅબ સેયર હતો – બેન્જામિન ઍલનનો ભાવિ બનેવી – આરાબેલા એલનનો ભાવિ પતિ !
મિ. વિંકલ પણ હવે તેને ઓળખીને રાજી થયા, અને તેને બધી પડપૂછ કરવા લાગ્યા. તેમને જે હકીકત જાણવા મળી, તે આટલી હતી—
પરીક્ષા પાસ કરતાં વેંત મિત્ર બ સેયરે અહીં આવી ધંધો શરૂ કર્યો હતો. જો કે, ધંધો સાચા અર્થમાં કશા “માલ” વગરને હતો – શીશીઓમાં દવાને બદલે રંગીન પાણું હતું અને ઘેડાનાં ખાનાં અર્ધા ખાલી હતાં તથા બાકીનાં અર્ધા ઊઘડતાં જ ન હતાં.
એટલામાં અંદર બેઠેલે બેન્જામિન એલન પણ બહાર આવ્યો. પછી, બધા અંદર જઈ પીવા બેઠા. તે વખતે મિ. બૉબ સોયરને નોકર ટોમ – જે એક નાનો છોકરો હતો, તે બહાર ગયેલો ત્યાંથી પાછો