________________
૩૧૮
પિકવિક કલબ મ્યાના-ખુરશીવાળાએ ચિડાઈને કહ્યું કે, “લે, બારણું તો વસાઈ ગયું; હવે અંદરથી કાણુ પાછું કયારે ઉઘાડશે, કોણ જાણે!”
મિત્ર વિલે તરત બારણું ઠોકવા માંડયું; દરમ્યાન તેમના શરીર ઉપર ઓઢેલો ઝભ્ભો પવનમાં ઊડવા લાગતાં તેમની સ્થિતિ દયામણી થઈ ગઈ પણ એટલામાં બીજા માણસો રસ્તા ઉપર આ તરફ આવી રહ્યાં હતાં, અને તેમાં સ્ત્રીઓ પણ હતી, એમ વાતચીતના અવાજ ઉપરથી સંભળાતું હતું. મિ. વિકલને હવે આવા રાત્રી પોશાકમાં સ્ત્રીઓ આગળ ઊભવું પડશે એની એવી શરમ આવી ગઈ કે, તે મ્યાનાખુરશીની બારીમાંથી ડોકિયું કરતાં મિસિસ ડાઉલરને જોયાં હોવા છતાં એકદમ તો એની અંદર જ પેસી ગયા.
તે જ વખતે ઉપરને માળ, નીચે બારણું ઉપરની ઠેકઠેકથી જાગી ઊઠેલી મિ. ડાઉલરની પડોશી બાઈએ બારી ઉઘાડીને રસ્તા ઉપર નજર કરીએ તો મિસિસ ડાઉલરની મ્યાના-ખુરશીમાં મિવિકલને જલદી જલદી બેસી જતા જોયા. તેણે તરત મિ. ડાઉલરના બારણું પાસે આવી ઠેકઠેક કરીને બૂમ પાડી : “અરે મિડાઉલર, જાગો, જાગો, તમારી પત્ની બીજા કોઈ સગ્રહસ્થ સાથે નાસી જાય છે !”
મિત્ર ડાઉલર તરત પથારીમાંથી ઠેકડો મારી ઊભા થયા અને રસ્તા ઉપરની બારી ઉઘાડી નીચે નજર કરવા લાગ્યા. તે જ વખતે મિ. પિકવિકે પણ શાની ધાંધલ છે તે જોવા બારી ઉઘાડી. - ડાઉલરે તરત જ પહેરેગીરને બૂમ પાડી અને માના-ખુરશીમાં પેઠેલા બદમાશને પકડી રાખવા ફરમાવ્યું તથા પોતે હમણું છરી લઈને એ બદમાશનું ગળું કાપી નાખવા આવે છે, એમ જણાવ્યું.
મિ. વિકલ એ ધમકી સાંભળી તરત એ માના-ખુરશીમાંથી નીકળીને એ મકાનની પાછળની બાજુ પ્રદક્ષિણું કરતા ભાગ્યા. ડાઉલર અને પહેરેગીર તેમની પાછળ પડયા. મિ. વિકલે મુખ્ય બારણું આગળ આવી, અંદર પેસી બારણું અંદરથી બંધ કરી દીધું, અને પિતાને કમરામાં પસી જઈ તેનું બારણું બંધ કરી તેની