________________
૧૦
પિકવિક કલબ ફૉગે કહ્યું કે, “એવો સંભવ છે ખરે.” અને ડેડસને કહ્યું, અમે કોશિશ તો કરીશું જ.’
તો તમે બંને જણ કોશિશ કરવી હોય તેટલી કર્યા કરજે. પરંતુ હું નુકસાની ભરીશ જ નહિ એટલે તમારાં ખીસામાં એક પાઈ પણ નહિ આવે. હું મારી બાકીની જિંદગી દેવાળિયાની જેલમાં ગાળવાનું જ પસંદ કરીશ. પણ તમારા હાથમાં મારે પૈસો આવે એ હરગિજ પસંદ નહિ કરું.”
હા – હા – હા ! એ તો અત્યાર પૂરતું; પણ પછી તમે ફેરવિચાર કરશે જ એની અમને ખાતરી છે. અમારા પૈસા અમને ચાંદા જેવા હાથમાં આવેલા જ દેખાય છે!” ડેડસને જવાબ આપ્યો.
હી– હી–હી ! બધું થોડા જ વખતમાં જણાઈ જશે, મિત્ર પિકવિક,” કૅગ હસતાં હસતાં બોલ્યો.
મિ. પિકવિકનો કંઠ ગુસ્સાથી રૂંધાઈ ગયો, અને તે એક શબ્દ વધુ કાઢવા પ્રયત્ન કરે તે પહેલાં મિપર્કર તેમને બહાર ખેંચી ગયા. સેમ જલદીથી કાચ લઈ આવ્યો, અને તેમાં તેમને બેસાડી દેવામાં અાવ્યા.
૩૭ બાથ” તરફ
બીજે દિવસે સવારે મિ. પર્કર પિકવિકને ઘેર આવી પહોંચ્યા. તેમણે પૂછયું, “ખરેખર, મિ. પિકવિક, તમે નુકસાની અને દાવાનું ખર્ચ ભરી દેવા માગતા નથી ?”
“એક અર્થો પેની પણ નહિ.”
“સિદ્ધાંતનો જય ! પેલા વ્યાજખાઉએ મુદત પૂરી થતાં ખાતું ફરીથી પાડી આપવાની ના પાડતી વખતે કહ્યું હતું તેમ.” સેમે કહ્યું.