________________
નાથ” તરફ
૩૧૩ “જુઓ સાહેબ, તમે નકામા આકળા થાઓ છે; અમે અંદરની બે જગાઓ જ રેકી છે.”
“આ શબ્દો સાંભળીને ઘણો રાજી થયો છું, મારા શબ્દો પાછા ખેંચી લઉં છું. આ મારું કાર્ડ; તમે તમારી ઓળખ આપો જેઉં.”
“ઘણી ખુશીથી, સાહેબ, આપણે સાથે જ મુસાફરી કરવાના છીએ; અને મને આશા છે કે, આપણે સૌ સારી રીતે વખત પસાર કરી શકીશું.”
“મને ખાતરી જ છે કે, આપણે સારી રીતે વખત પસાર કરી શકીશું. તમારા મોઢા ઉપરથી જ મને જણાઈ ગયું છે. સૌ સદુગૃહસ્થ, તમારા હાથ, અને તમારી ઓળખ મને આપી દો જેઉં.
એ મુછાળા ઉતારનું નામ મિડાઉલર હતું. તે પહેલાં લશ્કરમાં હતા; અને પિતાનાં પત્ની મિસિસ ડાઉલર સાથે આનંદ-પ્રમોદ માટે જ “બાથ’ તરફ જઈ રહ્યા હતા.
પોતાની પત્ની બાબત કહેતાં તેમણે જણાવ્યું, “મિસિસ ડાઉલર બહુ સુંદર સ્ત્રી છે; મને તે વાતનું બહુ અભિમાન છે અને તે અભિમાન સકારણ છે, એમ હું કહેવા માગું છું.”
મને પોતાને એ બાબતનો નિર્ણય કરવાની તક હમણું મળવાની જ છે,” મિ. પિકવિકે હસતાં હસતાં કહ્યું.
“જરૂર નિર્ણય કરજે; તે તમારું ઓળખાણ કરશે; તે તમને જરૂર સકારશે. મેં બહુ અભુત રીતે તેને પ્રેમ છો છે. મેં તેને જોઈ અને હું તેને ચાહવા લાગી ગયું. મેં લગ્નનો પ્રસ્તાવ મૂકયો; તેણે ના પાડી. તે બીજાને ચાહતી હતી. મેં તેને ત્યાં જ જણાવી દીધું કે, હું તેના પ્રેમીની જીવતાં ચામડી ઉતારીશ. મેં તરત પેલાને કાગળ પણ લખી દીધો કે, હું લશ્કરનો માણસ છું, અને મેં તેની ચામડી ઉતારવાનો નિશ્ચય કર્યો છે, અને લશ્કરી માણસ તરીકે મારે મારા કહ્યા પ્રમાણે કરી બતાવવું જ રહ્યું. તરત પેલો નાસી ગયો – અને હું પરણી ગયો. પણ લે, આ મિસિસ ડાઉલર આવી પહોંચ્યાં. ”