________________
આથ’ તરફ
૩૧૫
ખાસ કરીને ફૂટડી મિસિસ ડાઉલર જ્યારે કંઈક કહેતી, ત્યારે તે તે એકેએક શબ્દ પેાતાના કાનમાં પેસે તેની ખૂબ કાળજી રાખતા. સાંજના સાતેક વાગ્યે સૌ ખાથના મહાન પંપ–રૂમ સામેની વ્હાઈટ હાર્ટ હૉટેલે પહોંચી ગયા.
"
એ દિવસેામાં, મિ॰ પિકવિક જેવા નિરીક્ષકને, ત્યાં ભેગાં થયેલાં લેાકેાની એકબીજા કરતાં સુંદર, જુવાન કે તવંગર દેખાવાની તમન્ના, પત્તાં, ત્યાંનાં અતિ લાભદાયક પાણીનું પાન, નૃત્યસમારંભ વગેરેમાં નોંધવાલાયક ઘણું ઘણું મળ્યું.
એ સ્થળના ગરમ પાણીના ઝરા અંગે એક દંતકથા પણ તેમને મળી ——
રાજકુંવર બ્લાહુદને ઍથેન્સ ભણવા મેકલવામાં આવ્યા. તે ત્યાંથી માત્ર જ્ઞાન જ નહિ, રક્તપિત્તને રણ પણુ લઈને પાછે। આવ્યા. રક્તપિત્તિયાને માબાપ પણુ ન સંધરે, એટલે તે રાજકુંવર રાજદરબાર છાડી ગામડિયાએમાં અને ડુક્કરામાં પેાતાના દિવસે। પસાર કરવા લાગ્યા.
બધાં ડુક્કરામાં એક ડુક્કર તેની સ્વચ્છતા, નીરાગિતા, અને બળ-પરાક્રમ વગેરેની બાબતમાં સર્વશ્રેષ્ઠ હતું. રાજકુંવરને તે ડુક્કરમાં ખૂબ રસ પડયો—તે એની રીતભાત, રાજિંદા કાર્યક્રમ વગેરેનું ખારીકાઈથી નિરીક્ષણુ કરવા લાગ્યા.
એ ડુક્કરની એક ખાસિયત તેણે એ જોઈ, કે બીજાં સામાન્ય ઠુકરા માત્ર ઉનાળામાં ઠંડક માટે કામાં આળેાટે છે, ત્યારે આ ડુક્કર તે। શિયાળાની કાતીલ ઠંડીના વખતમાં પણ આખા વખત અમુક જગાએ કાદવમાં ખેસી રહેવું; અને તે કારણે તેને કશું નુકસાન થવાને બદલે ઊલટા તેને ઘણા આરામ મળતા હેાય તેમ લાગતું.
રાજકુમારે એ જગાએ પેાતે બેસીને તે જગાનાં બળપ્રદ તત્ત્વા પેાતાના રાગ ઉપર અજમાવવાના વિચાર કર્યાં. અને ખરેખર તે કાદવતી નીચે ગરમ પાણીના ઝરા જ હતા. એ પાણીવાળા ગરમાગરમ