________________
૩૫૪
પિકવિક કલબ | એક ઘોડાગાડી તરત જ ત્યાં આવી પહોંચી, અને તેમાંથી મિસિસ ડાઉલર નીચે ઊતર્યા. પરંતુ કોચ ઊપડવાને સમય પણ થયે હોવાથી, સૌ હવે પોતાની જગ્યા રોકી લેવા લાગ્યાં. મિ. રામન અને મિત્ર ડગ્રાસ કાચના પાછળના ભાગમાં બેઠા; મિત્ર વિકલ અંદર બેઠા. અને મિત્ર પિકવિક અંદર બેસવા જતા હતા તેવામાં સેમે આવીને તેમને બાજુએ લઈ જઈને કહ્યું, “આ કાચના બારણું ઉપર કશુંક વિચિત્ર લખેલું છે.”
શું લખેલું છે ?” એમ કહી, મિ. પિકવિકે જ્યાં કાચના માલિકનું નામ લખેલું હોય છે ત્યાં જોયું તો મોટા અક્ષરેમાં “પિકવિક” નામ લખેલું હતું. એ કાચના માલિકનું નામ પણ પિકવિક હોવું એ તો એક અકસ્માત જ કહી શકાય. પણ સેમનો ખ્યાલ જુદો હતો – તે એમ જ માનતો હતો કે, જાણી જોઈને મિ. પિકવિકનું નામ કાચના બારણું ઉપર લખેલું છે. એટલે તેણે ઉમેર્યું, “અને પિકવિક નામની આગળ પાછું “મેઝિઝ” લખ્યું છે ! એ તો ઘા કરીને ઉપર મીઠું ભભરાવવા જેવું થયું - પેલા પોપટને તેના વતનમાંથી ઉપાડી લેંડમાં લાવી તેને પાછી અંગ્રેજી ભાષામાં વાત કરતાં શીખવવા માંડ્યું ત્યારે તેણે કહ્યું હતું તેમ.”
પણ મિપિકવિકે કાચના માલિકનું નામ પોતાની સમાન હવા. બદલ તેને સજા કરવાને કશો ઈરાદો બતાવ્યો નહિ, એટલે સેમ માથું હલાવી વિચારવા લાગ્યો કે, મારા માલિક આ કેસને ચુકાદો આવ્યા પછી બદલાઈ જ ગયા છે – દીલા પડી ગયા છે.
મુસાફરી દરમ્યાન ખાસ કંઈ નવાઈનું ન બન્યું. મિ. ડાઉલર જ પોતાના પરાક્રમની વાતો ફેંકયે જતા હતા; અને અવારનવાર તેના સમર્થનમાં મિસિસ ડાઉલરને બોલવાનું કહેતા હતા. મિસિસ ડાઉલર પણ જે કહેતી, તેથી મિત્ર ડાઉલરે કહેલી તેમની યશગાથામાં સારો ઉમેરે જ થતો. મિ. વિંકલ બહુ રસપૂર્વક એ વાત સાંભળતા, અને