________________
૩૧૨
પિકવિક કલબ | સર્વાનુમતિથી આ સૂચન મંજૂર થતાં સેમને બીજે દિવસે સવારે સાત વાગ્યે ઊપડતા કાચમાં પાંચ બેઠકો માટેની ટિકિટ ખરીદવા મોકલવામાં આવ્યો.
બે બેઠકો અંદરની બાજુએ અને ત્રણ બેઠકો બહારની મળી શકે તેમ હતી; સેમે એ પાંચ બેઠકે રાખી લીધી.
કાચ ઊપડવાને હજુ વાર હતી, એટલે મિ. પિકવિક અને મિત્રો કેચ-સ્ટેશને મુસાફરો માટેના ઉપાહાર-ગૃહમાં ગયા. ત્યાં ૪૫ વર્ષનો, કડક આંખેવાળો એક મુછાળે ઉતારુ નાસ્તો કરતો બેઠો હતો.
મિ. પિકવિકે ત્યાં બેસતાં બેસતાં મિત્ર વિકલને પૂછયું, “બાથ પહોંચી કેચ કયાં છૂટતે હશે ?”
“તમે બાથ તરફ જાઓ છે, કેમ ?” પેલા મુછાળા ઉતારુઓ પૂછયું.
“હા, સાહેબ,” મિ. પિકવિકે જવાબ આપ્યો. “અને આ બીજા બધા સહસ્થો પણ?” “તેઓ પણ આવવાના છે.” “વઘા = અંદરની બાજુએ નહીં બેસવાના હો ?” “અમે બધા જ અંદર નહિ બેસી શકીએ.”
“ નહિ જ બેસી શકે વળી; અંદરની ચારમાંની બે જગાઓ તે મેં જ રેકેલી છે; અને જે તેઓ ચારની જગામાં છ ને બેસાડે, તો હું તરત ઘોડાગાડી કરીને શહેરમાં જઈ, આ લોકો ઉપર મનાઈ હુકમ જ લાવું. મેં ભાડું ભરી દીધું છે, અને ભાડું ભરતી વખતે જ કલાર્કને કહ્યું હતું કે, વધારે માણસો ભરશો એ નહીં ચાલે. હું જાણું છું કે, એમ જ કરવામાં આવે છે – રોજ જ વધારે માણસો ભરવામાં આવે છે, પરંતુ મારી સાથે એમ કરી તો જુએ!