________________
૩૦૯
કેસ ચાલે તેમના જે કાગળો રજૂ કરવામાં આવ્યા હતા, તે કેવળ પોતે બહારગામથી આવે ત્યારે ખાવાની શી શી તૈયારીઓ રાખવાની હતી, તે અંગેની સુચનારૂપ જ હતા, એમ તેમણે એ શબ્દોને ઉચિત અર્થ બતાવીને સમજાવ્યું. ટૂંકમાં તેમણે મિ. પિકવિના પક્ષમાં જે કંઈ સારું કહેવાય તે બધું જ કહી દીધું.
- ત્યાર બાદ મિ. જસ્ટિસ ઍલેએ જૂરી સમક્ષ પરંપરાગત રૂઢિ મુજબ આખા કેસનો ઉપસંહાર કર્યો. જેમ કે, જે મિસિસ બાલનું કહેવું સાચું હોય, તે મિ. પિકવિકનું કહેવું અવશ્ય ખોટું જ હોય. અને જો તેઓ મિસિસ કલપિન્સની જુબાનીને પ્રમાણભૂત ગણી શકે, તો તેઓએ તેને પ્રમાણભૂત માનવી જોઈએ; અને જે તેઓ ન ગણી શકે તો તેઓએ ન માનવી જોઈએ. જે તેઓને ખાતરી થાય કે, લગ્નનું વચન આપવા બાદ તેને ભંગ કરવામાં આવ્યો છે, તો તેઓએ ફરિયાદીને જે કંઈ નુકસાની અપાવવાનું ઠીક લાગે, તે અપાવવી જોઈએ. અને જે તેઓને એમ લાગે કે, લગ્નના વચનનો ભંગ કરવામાં આવ્યા નથી, તો તેઓએ આરોપીને નિર્દોષ જાહેર કરી, તેની પાસેથી કશી નુકસાની ન અપાવવી ઘટે, ઇ., ઈ .
જૂરી ત્યાર પછી વિચારણા માટે અલગ કમરામાં ચાલી ગઈ ત્યાં તેમને તેમનું મગજ સાફ થાય તે માટે નાસ્તાને અને પીણુને પ્રબંધ હતો.
પાએક કલાક ઈંતેજારીમાં પસાર થયો. પછી ભૂરી પાછી આવી. તેણે મિસિસ બોડેલની તરફેણમાં ચુકાદો આપ્યો અને નુકસાની સાતસો પચાસ પાઉંડ ઠરાવી.
બધા બહાર નીકળી અદાલત-ફી વગેરે ચૂકવવાનું પરવારતા હતા, તેવામાં ડડસન અને ફૉગ આનંદથી હાથ ઘસતા ત્યાં આવ્યા.
મિ પિકવિકે તેમને જોઈને કહ્યું, “તમે લોકે એમ માનતા હશે કે, હું નુકસાની ભરી દઈશ એટલે તેમાંથી તમને તમારો ભાગ મળી જશે, કેમ?”