________________
૨૫
કાયદા અંગેનું થોડુંક “પણ, પણ સારજંટ સ્નેબિનનું ઠેકાણું શું ?” મિપિકવિકે જલદીથી પૂછયું.
“એડ સ્કવેર, લિંકન્સ ઈન,” મિ. પકરે જવાબ આપ્યો. મારે તેમને મળવું છે.”
સારજંટ નંબિનને મળવું છે? વાહ સાહેબ, એ વાત તો આજે જ પહેલી વાર સાંભળી. એ વસ્તુ તદ્દન અશકય છે. પહેલેથી મુલાકાતની ફી ભરીએ અને વખત માગીએ, ત્યાર પછી તેમની સાથે મળી શકાય. એ વાત કદી બની શકે તેમ નથી, સંભવિત જ નથી, સાહેબ.”
પરંતુ મિ. પિકવિકે સારજંટ સ્નેબિનને મળવાને એ જ અટળ નિર્ણય જાહેર કર્યો; એટલે દશ મિનિટ બાદ જ મિત્ર પર્કર તેમને મહાન સારા સ્નેબિનની ઓફિસની બહારના ભાગમાં લઈ આવ્યા.
“સારજંટ તેમના કમરામાં છે, મિત્ર મલાર્ડ ” મિ. પકરે પિતાની તપખીરની દાબડી છેક જ વિનય સાથે ગુમાસ્તા સામે ધરતાં પૂછયું.
હા, છે; પણ બહુ કામમાં છે. જુઓને, આટલા કેસ અહીં પડ્યા છે; તેમાંના એકની ઉપર તેમણે હજુ પોતાનો અભિપ્રાય આપ્યો નથી, જોકે “ઉતાવળ કરવા માટેની સ્પેશિયલ ફી ભરવામાં આવી છે, તો પણ.”
“એનું નામ તે ધીકતી પ્રેકિટસ,” મિત્ર પરે પેલાએ તપખીર તેમની દાબડીમાંથી ચપટી ભરી એટલે રાજી થતાં કહ્યું.
અને મારા સિવાય કોઈ સારજંટના હસ્તાક્ષર વાંચી શકતું નથી, એટલે તેમના અભિપ્રાય લખાઈ જાય, તો પણ હું નકલ તૈયાર ન કરું ત્યાં સુધી બધાને રાહ જોવી પડે, હા-હા-હા !” મલાર્ડે ઉમેર્યું.
મિ. પિકવિકને આ વાર્તાલાપ જરાય ગમ્યા નહિ. મિ. પર્કરે હવે મલાર્ડ તરફ જોઈને કહ્યું, “મારી ફીની જે રકમ ચૂકવવાની છે, તેની યાદી તમે મને તૈયાર કરી આપજે એટલે હું ચેક મોકલાવીશ.