________________
૨૬૭
કાયદા અંગેનું થોડુંક એવી ખાતરી હોવાથી જ અદાલતમાં રજૂ થઈ પિતાનો બચાવ કરવા વિચારી રહ્યા છે; નહિ તો તે રજૂ થાત જ નહિ.”
“મિ. પિકવિક સાક્ષીઓ રજૂ કરવાના છે ?”સારજંટે પૂછયું. “ના, છ,” મિત્ર પકરે જવાબ આપ્યો. સારજે. તરત જ જરા હસી, ખુરસીની પીઠને અઠીંગણ દીધું.
મિ. પિકવિક સારીના મનમાં ઊભી થયેલી પોતાની નિર્દોષતા વિષેની શંકા તરત સમજી ગયા. એટલે મિત્ર પર્કરના મનાઈસૂચક આંખમીંચકારા અને ઘુરકાટ છતાં, તે સારજંટને ઉદ્દેશીને બેલવા લાગ્યા, “સાહેબ, આપના ધંધાના લોકોને માનવ સ્વભાવની હીણી બાજુઓનો જ વિશેષ પરિચય હોવાથી, તથા નિર્દોષ તથા ગુનેગાર બંને જણ પિતાની નિર્દોષતા સાબિત કરવા જ ઈચ્છતા હોવાથી, અને વકીલ તરીકે આપ લોકોને સાચા કે ખોટા બંને પ્રકારના કેસોમાં ઊભા રહેવાનું આવતું હોવાથી, જે કંઈ વાત આપની આગળ રજૂ કરવામાં આવે, તેના ઉપર શંકાની નજરથી જ જોવાની ટેવ પડી હોય છે. એટલે આપની આગળ હું ગમે તેટલે નિર્દોષ છું એમ સમજાવવાનો પ્રયત્ન કરીશ, તો પણ આપને એ વાત ઉપર વિશ્વાસ કરવાનું જરા પણ મન નહિ થાય, એ હું જાણું છું. તેમ છતાં, હું એમ ભારપૂર્વક આપને એવી ખાતરી કરાવવા જ અહીં આવ્યો છું કે, હું આ કિસ્સામાં તદ્દન નિર્દોષ છું; અને એ ખાતરીથી જ આપ આપની બધી શક્તિ આ કેસમાં રેડજે, અને એમ કરવામાં આપે કેવળ સત્યને પક્ષ લીધે હવાને આત્મસંતોષ ધારણ કરજે.”
પણ મિ. પિકવિક તેમનું કહેવાનું પૂરું કરે, તે પહેલાં કેટલાય વખતથી સારજંટ તે પ્રત્યે બેધ્યાન બની ગયા હતા, તે આંખોવાળા કાઈને પણ દેખાઈ આવે તેમ હતું. એટલે મિ. પિકવિક બેલતા બંધ પડયા ત્યાર પછી કેટલીક વારે જ્યારે સારજંટ સ્નેબિનને ભાન આવ્યું કે, પોતાના અસીલો સામે ઊભા છે, ત્યારે તેમણે એટલું જ પૂછયું, “આ કેસમાં મારી સાથે કોણ ઊભું રહેવાનું છે?”