________________
રૂપ
મનિષેધક મંડળી
નમે કાગળ બરાબર બીડીને ખિસ્સામાં મૂક્યા પછી બાપને પૂછ્યું, “પણ ડોસા તમે મને શા માટે લાવ્યો હતો તે તો કહો.”
દીકરા, બે વાત છે. પહેલી તો તારા ગવર્નર બાબતની. તેમને કેસ કાલે ચાલવાનો છે ખરું? તો, તે સારા માણસ છે, એવું સોગંદ ઉપર જણાવનારા સાક્ષીઓ જોઈએ ને ? અમારી ડ્રાઈવરની મંડળીએ આજે વિચાર કર્યો છે કે, તારા શેઠની સારી ચાલચલકત વિષે બરાબર સોટ સાક્ષી પૂરવી. તેમ જ એલીબી મૂકવા પણ અમે તૈયાર છીએ. અને અમારા એક ડ્રાઈવર ઉપર ખૂનનો કેસ ચાલતો હતો તે વખતે અમે બધાએ મળીને, “તે એ વખતે બીજે કયાંક હતું,' એવી એલીબી મૂકી દીધી, તે ઝટ દેતકને છૂટી ગયો. બધા મામલામાં ઍલીબી બહુ જરૂરી છે. અને અમારી મંડળીને ખાસ વકીલ ઍલીબી ગોઠવી આપવામાં બહુ હુશિયાર છે.”
પણ બાપુજી તમે શું એમ માને છે કે, મારા માલિક ઉપર ખૂન કર્યાનો કેસ ચાલવાનું છે? એટલે તમારી ઍલીબી અને તમારા વકીલની વાત તમારી પાસે જ રાખો. આ તો વચન-ભંગ કર્યાની ફરિયાદ છે, અને તેય લગ્ન બાબતના. એમાં તમે અને તમારી મંડળીવાળા શી રીતે સેગંદ ઉપર કહેવાના હતા કે, મારા ગવંડરે એક ઐયરને પરણવાનું વચન નહોતું આપ્યું ?”
ના, ના, દીકરા તું સમજતો નથી; તારા ગવંડરને બધાએ ભેગા મળી ગુન એરાઢવાનું કાવતરું કર્યું છે. એટલે એમાં હું કહું છું તે રીતે જ બચાવ કરવો જોઈએ.”
૨૮૨