________________
પિકવિક કલબ કમરામાંથી ભલાં મિસિસ બાડેલે પોતાના જીવનમાં ફરી કલેલ પ્રગટવાની આશા રાખેલી. આ પિકવિક માણસે એક ભલી બાઈનું જીવન હંમેશ માટે રફેફે કરી નાખ્યું છે. છતાં તે માણસ પોતે સરજેલી બરબાદી તરફ કેવળ નફટાઈથી અને નિર્લિપ્તતાથી નિહાળી આનંદ માણી રહ્યો છે. પરંતુ તેને ખબર પાડી દેવી જોઈએ. ભારે નુકસાની તેની પાસે ચુકવાવવામાં આવે, તો જ તે ઘમંડી માણસની તુમાખી ડી ઊતરે. અલબત્ત, તેથી મારાં અસીલનાં સુખ-શાંતિ કંઈ પાછાં નથી ફરવાનાં; પણ તેમના સહૃદયી દેશબંધુઓ તેમને થયેલા અન્યાય પ્રત્યે સમજ અને સહાનુભૂતિ દાખવી, તેમને ન્યાય મળે એ જોવા તત્પર છે, એટલું જાણવા માત્રથી તે બાઈને જેવો તેવો આનંદ નહિ થાય.”
અહીં આગળ સારજંટ બઝફઝનું વ્યાખ્યાન પૂરું થતાં, મિત્ર જસ્ટિસ સ્ટેર્લે જાગી ઊઠયા.
હવે મિસિસ કલપિન્સને જાબાની આપવા બોલાવવામાં આવી. મિસિસ સેન્ડર્સ, મિસિસ બાલ, મિ. ડેડસન અને મિકૅગ એ સૌએ મળીને એ ભલી બાઈને ટેકો આપી સાક્ષીના પાંજરામાં ચડાવી.
મિસિસ કલપિન્સ,” સારજંટ બઝફઝે પૂછવા માંડયું; “મહેરબાની કરી જરા સાંસતાં થાઓ અને જવાબ આપો – ” પણ સાંસતા થવા વિનંતી કરવામાં આવી તેની સાથે જ મિસિસ કલપિન્સે ડૂસકાં ખાવા માંડીને હિસ્ટીરિયાની તાણ શરૂ થવાનાં એવાં ચિહ્નો પ્રગટ કરી દીધાં કે, તેમના મોં અને નાક પાસે સુંઘવાની દવાઓ તત્કાળ ધરવી પડી.
સારજંટ બઝફઝે એ પૂર્વયોજિત નાટક શેડો વખત ચાલવ દીધા બાદ પૂછયું, “અમુક એક દિવસે તમે મિસિસ બાડેલને ત્યાં જઈ ચડવાં, ત્યારે મિસિસ બાડેલને તમે મિ. પિકવિકના કમરામાં જોયાં હતાં, ખરું?”