________________
૨૯૭
કેસ ચાલ્યો માય લેર્ડ અને જૂરીના સંગ્રહસ્થો, હું આપને છેતરવા નથી માગતી; એટલે હું કબૂલ કરી દઉં છું કે, એ દિવસે હું જાણી જોઈને મિસિસ બાલને ખબર ન પડે તે રીતે તેમને ઘરમાં ગઈ હતી. મારો કશો બીજો ઇરાદો ન હતો – તેમના ઘરનું બારણું ઉઘાડું દેખીને
બજારમાં ખરીદી માટે જતાં જતાં ભી અને તેમને “ગૂડ-મૅનિંગ” કરવા અંદર દાખલ થઈ તેમને નીચે ન જોતાં, ઉપરને મજલે હું પહોંચી ગઈપણ ત્યાં તો મને અવાજ સંભળાયો.”
તમારો ઇરાદો એ શબ્દો સંતાઈને સાંભળવાને હરગિજ નહિ જ હોય, ખરું ને?” બઝફઝે પૂછયું.
ના જી, કદી નહિ; અમે સૌ જાહેર રીતે જાણતાં હતાં કે મિસિસ બાડેલને મિ. પિકવિકે પરણવાની માગણી કરેલી જ છે, એટલે ધણી-ધણિયાણની પ્રેમવાર્તા ચાલતી હોય તે છુપાઈને સાંભળવી એ યોગ્ય ન જ કહેવાય. પણ એ અવાજે એટલે મોટેથી આવતા હતા કે સંભળાઈ જ જાય. પિકવિક ધીમેથી અને આજીજીપૂર્વક મિસિસ બાર્ડેલને સાંસતાં થવા, અને શાંત થવા મનાવતા હતા.”
વાચકે એ પ્રસંગે થયેલી વાતચીતથી માહિતગાર હોવાથી અમે એ બધું ફરીથી બેવડાવતા નથી. પણ બઝફઝ એટલી પૂછપરછ કરી લીધા બાદ બેસી ગયા અને આ સાક્ષીની ઊલટતપાસ કરવાનો મિત્ર સારજંટ સ્નેબિનનો વારો આવ્યો. પણ સારંજટ સ્નેબિને જણાવ્યું કે, “મારા અસીલ જણાવે છે કે, આ સાક્ષીએ એ પ્રસંગે જે સાંભળ્યું હેવાનું જણાવ્યું છે, તે તત્ત્વતઃ સાચું છે, એટલે હું આ સાક્ષીની ઊલટતપાસ કરવા માગતો નથી.”
મિસિસ લપિન્સ હવે પોતાના ઘરકુટુંબની કેટલીક અગત્યની વિગતો અદાલતને અને જૂરીને જણાવવા તત્પર થયાં. જેમ કે, તે આઠ છોકરાંની મા છે, અને એક મહિનામાં નવમાં બાળકની પિતાના પતિને ભેટ ધરવાનાં છે ઈ . પણ જજ હવે વચ્ચે પડવા એટલે તેને અને મિસિસ સેન્ડર્સને બહાર લઈ જવામાં આવ્યાં.