________________
૨૯૯
કેસ ચાલે “મિ. વિલની યાદદાસ્ત બહુ નબળી હોય તેમ લાગે છે, માય લોર્ડ,” એટલું જજને સંબોધીને પછી મિકિંપિન જૂરી તરફ નજર કરીને બોલ્યા, “પણ આપણે તેમની જુબાની પૂરી કરતા પહેલાં તેમની યાદદાસ્તમાં પૂરતી ફુર્તિ લાવી દઈશું.”
તમારે જુબાની આપતાં કાળજી રાખવી જોઈએ; સમજે છે કે નહિ?” જજે કરડી આંખ કરીને કહ્યું.
બિચારા મિત્ર વિકલને માથું નમાવી એ સ્વીકાર્યા સિવાય છૂટક નહોતો.
હવે મિત્ર વિકલ, મારા તરફ લક્ષ આપવાની જરા મહેરબાની કરે જોઉં, અને નામદાર જજે આપેલી તાકીદમાં હું મારી ભલામણ પણ ઉમેરું છું કે, જરા કાળજીપૂર્વક જવાબ આપજે. તમે પિકવિકના ખાસ મિત્ર છે ખરું ? છો કે નહિ, એકદમ કહી દો ?”
હું મિ. પિકવિકને ઓળખું છું; લગભગ —”
જુઓ મિત્ર વિકલ, તમે સવાલનો જવાબ કેમ ટાળો છો ? તમે આરોપીના મિત્ર છે કે નહિ ?”
“હું હમણાં એમ જ કહેવા જતો હતો કે ” - “તમે મારા પ્રશ્નનો જવાબ આપવા માગો છે કે નહિ?
“જો તમે પ્રશ્નના જવાબ ન આપવાની આડાઈ દાખવશે, તે તમારા ઉપર ન્યાયના કામમાં ડખલ કરવાનો આરોપ લાગુ કરવામાં આવશે, સમજ્યા ?” જજ તડૂકથા.
તો બોલે જોઉં, તમે આરોપીના મિત્ર છે કે નહિ ?” મિ. રિકંપિને પૂછયું.
હા, છું.”
“તો અત્યાર સુધી તમને એટલું કહેતાં શું વાંધો નડતો હતો, વાર? કદાચ તમે ફરિયાદીને પણ ઓળખતા હશે, નહિ ?”
હું મિસિસ બાર્ડેલને ઓળખતા નથી; મેં તેમને જોયાં છે ખરાં !”