________________
૨૦૪
પિકવિક કલબ ટ્રેસી ટ૫મન, અને એગસ્ટસ ડગ્રાસને હવે પાંજરામાં વારાફરતી બેલાવવામાં આવ્યા અને તેમને મેંએ પણ મિત્ર વિકલે કહેલી વાતનું જ સમર્થન કરાવી કરાવીને તેમને વિદાય કરવામાં આવ્યા.
હવે મિસિસ સેન્ડર્સને પાંજરામાં લેવામાં આવ્યાં. તેમણે જુબાની આપતાં જણાવ્યું કે, પિકવિક મિસિસ બાડેલને પરણવાના છે, એવી ચોકકસ વાત પડોશમાં બધે જ જાણતી હતી અને અમે બધાં તો એ લગ્ન-દિવસની રાહ જોતાં મિસિસ બાર્ડેલને પૂછી પૂછીને પજવતાં પણ
ખરાં.
સારજંટ સ્નેબિને મિસિસ સેન્ડર્સને ક્રોસ કરતાં પૂછયું, “મિસિસ બાલ કોઈ ભઠિયારા પ્રત્યે પ્રેમની નજરે જોતાં હતાં અને એ ભઠિયારે મિસિસ બાર્ડેલ તરફ પ્રેમની નજરે જોતો હતો, એ તમે કહી શકશે ખરાં ?”
“ના, હું સોગંદપૂર્વક તેમાંનું કશું કહી શકું તેવી સ્થિતિમાં નથી.”
પછી સારજંટ બઝફ સેમ્યુએલ વેલરની જુબાની લેવા માંડી. તેમના મનમાં હતું કે મિવિકલની પેઠે આ બબૂચક જેવા લાગતા નોકર પાસેથી પણ મિ. પિકવિકની વિરુદ્ધનું ઘણું કઢાવી શકાશે.
જજે પૂછ્યું, “તમારું નામ શું ?” “સેમ વેલર, માય લૉર્ડ.” “જોડણી “વી” કરવી કે “ડબલ્યુ' ?”
“એ તો સાહેબ જોડણી કરનારની મંછા ઉપર કે શેખ ઉપર આધાર રાખે છે. મેં પોતે તો આખી જિંદગી ભાગ્યે એક કે બે વાર મારા નામની જોડણી કરી હશે – અને તે વખતે મેં “વી” જોડણ કરી હતી.”
તે જ ઘડીએ ગૅલરીમાંથી અવાજ આવ્યો, “બરાબર છે, ઍમિલ, બરાબર છે. “વી-ઈ' જ લખી નાખે, માય લૉર્ડ.”
અદાલતને આમ વગર બેલાબે કોણ સંબોધવાની હિંમત કરે છે ?” જજ તડૂકયા, અને અદાલતના છડીદારને એ બેલનાર