________________
કેસ ચાલ્યો “ના, એક જ પ્રસંગ બાદ કરીએ તો; અને તે પ્રસંગને પણ બીજી રીતે ખુલાસો થઈ શકે.”
હવે કમનસીબ ફેંકી સાર્જનટ સ્નેબિને નિશાની કરી તે જ વખતે બેસી ગયા હોત, તો આ કમનસીબ વાકષ મિત્ર વિકલના મેંમાંથી નીકળી પડયું ન હોત. કારણ કે, મિ. ફંકી જેવા બેઠા અને સારજંટ સ્નેબિને મિત્ર વિકલને પાંજરામાંથી નીકળી જવા નિશાની કરી, તે જ વખતે સારજંટ બઝફઝે ઊભા થઈ જજને વિનંતી કરી કે,
મિત્ર વિકલ જે પ્રસંગની વાત કરે છે, તે પ્રસંગ કયો છે તે નામદાર કોર્ટ તરફથી પૂછવામાં આવે એવી મારી વિનંતી છે.”
જજે તરત જ મિ વિકલને એ પ્રસંગ ખુલાસાવાર કહી સંભળાવવા ફરમાવ્યું. - મિત્ર વિકલે કહ્યું, “એ પ્રસંગ મારે મેએ હું કદી નહીં કહી
બતાવું.”
પણ જજે હવે એ કહી બતાવવા આગ્રહ જ કર્યો.
છેવટે મિ. વિકલે, ઈપ્સવીચ મુકામે પિટર મૅગ્નસની પ્રસ્તાવિત પત્ની મિસ વિધરફિલ્ડના કમરામાં રાતે મિ. પિકવિક ઘૂસેલા જણાતાં કેવી રીતે પિટર મૅગ્નસે વિવાહ તોડી નાખ્યા હતા તથા મિ. પિકવિકને હૃદયુદ્ધનું આહ્વાન આપ્યું હતું, અને પરિણામે સને મેજિસ્ટ્રેટ નષ્કિન્સ સમક્ષ રજૂ થવું પડયું હતું, એ આખો પ્રસંગ કહી બતાવ્યો.
મિ. પિકવિકનો કેસ હવે એક રીતે હવે ખતમ થઈ ગયો, અને તેમના મિત્ર મિત્ર વિકલને જ હાથે! સારજંટ સ્નેબિને હવે મિવિકલને કશું જ કેસ કરવા પૂછવાની ના પાડતાં, મિ. વિકલ ઘેર અપરાધીની જેમ પાંજરામાંથી નાઠા અને હોટલમાં પોતાના કમરામાં જઈ પથારી ભેગા થઈ ગયા. તેમણે પોતાના મિત્ર અને નેતાને પોતાની જુબાનીથી થાય તેટલું નુકસાન જ કર્યું હતું.- અને તે પણ તેથી ઊલટું કરવાની મરજી હોવા છતાં.