________________
કેસ ચાહ
૩૦૧ મિ. પિકવિક મિસિસ બાલને હાથમાં પકડી રહ્યા હતા, તેમની કમરની આસપાસ હાથ વીંટાળીને; અને મિસિસ બાડેલ બેભાન થઈ ગયાં હોય એમ લાગતું હતું.”
આરોપીને કંઈ બેલતા તમે સાંભળેલા?”
તે મિસિસ બાર્ડેલને સંબોધીને કહેતા હતા કે, તમે ભલાં થઈને સાંસતાં થાઓ, આમ શું કરો છો ? કોઈ આવે ને જુએ તો કેવું દેખાય, ઈ.”
“હવે મિપિંકલ, મારે તમને એક જ પ્રશ્ન પૂછવાનું રહે છે, અને હું તમને નામદાર જજ સાહેબે આપેલી તાકીદ યાદ રાખવા વિનંતી કરું છું. તમે સેગંદપૂર્વક એમ કહેવા તૈયાર છો ખરા, કે, પિકવિક આ શબ્દો નહોતા બોલ્યા: “વહાલાં મિસિસ બાર્ડેલ, તમે બહુ સારાં બાઈ છે; તમે આ સ્થિતિ આવતાં ગભરાં કેમ થઈ જાઓ છે, છેવટે તે આ સ્થિતિએ તમારે આવવું જ પડવાનું છે',–એવા અર્થનું કંઈક ?”
એવા અર્થનું એ બેલ્યા હતા એ હું ચોક્કસ નથી કહી શકત; હું દાદર ઉપર હતો એટલે મને કશું સ્પષ્ટ સંભળાયું ન હતું; મારા મન ઉપર એવી છાપ પડી હતી કે—”
“જૂરીના સદ્ગહસ્થોને તમારા મન ઉપર પડેલી છાપની કશી જરૂર નથી. તેમના જેવા પ્રમાણિક સીધા માણસોને તમારા વિકૃત માનસની છાપનો કશે ઉપયોગ ન હોઈ શકે. પણ મેં કહ્યા તે અર્થને શબ્દો પિકવિકે નહોતા વાપર્યા, એમ તમે સેગંદપૂર્વક નહીં કહો ખરું ?” “ના, હું નહીં કહું,” મિવિકલ જવાબ આપી બેઠા.
ટ૫ દઈને મિકિંપિન ચહેરા ઉપર વિજયની છટા સાથે બેસી ગયા.
હવે મિડ ફંકી મિત્ર વિકલ પાસેથી મિ. પિકવિકને ઉપયોગી થઈ પડે તેવું કંઈક નીકળી શકે તો કઢાવવા ઊભા થયા.