________________
પિકવિક કલબ તમે શું કહેવા માગે છે, તે આ જૂરીના સદ્ગસ્થને સ્પષ્ટ કરશે ?”
“હું એટલું જ કહેવા માગું કે, મારે તેમની સાથે નિકટનો પરિચય નથી; જ્યારે મિ. પિકવિકને મળવા જતો, ત્યારે મેં તેમને જોયેલાં.”
“તમે તેમને એમ કેટલી વાર જોયાં હશે ?” “કેટલી વાર?”
“હા, મિ. પિંકલ, કેટલી વાર ? તમારે જોઈએ તો એ પ્રશ્ન ડઝનેક વખત બેલી બતાવવા તૈયાર છું.”
પ્રથમ તો મિત્ર વિકલે કહ્યું, મેં કેટલી વાર જોયાં હશે તેની ચક્કસ સંખ્યા હું કહી શકતો નથી. પણ જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે, વીસેક વાર જોયાં હશે ? ત્યારે તેમણે કહ્યું, એનાથી તે ઘણી વાર વધારે. “તો તમે સેએક વાર જોયાં હશે ?–પચાસ કરતાં વધુ વખત જોયાં હશે એમ તમે સેગંદપૂર્વક કહી શકે ખરા ?–અને વધુ ચોક્કસ કહેવું હોય તો પંચોતેર વખત જોયાં હશે ?' એમ મિત્ર વિકલને ગભરાવવામાં આવ્યા. અને તે પૂરા ગભરાઈ રહ્યા, એટલે તેમને પાછી તાકીદ આપવામાં આવી કે સંભાળીને વાત કરે – ફાવે તેમ ઠેકા ન કરે, ઈ.
પછી મિત્ર વિકલને સીધે પ્રશ્ન પેલા દિવસના પ્રસંગ બાબત પૂછવામાં આવ્યો. તેમની સાથે તે વખતે મિ. ખેંડગ્રાસ અને મિત્ર ટપમન હતા કે નહિ, તે પણ પૂછવામાં આવ્યું. અને પછી એ બંને
અદાલતમાં હાજર છે કે નહિ તે પણ પૂછવામાં આવ્યું. અને મિત્ર વિકલ તેઓ જે તરફ હતા તે તરફ ફરીને નજર કરવા લાગ્યા એટલે તરત તેમને તાકીદ આપવામાં આવી કે, “એમની સાથે કશી સંતલસ કરી બનાવટી વાતો બેલવાની નથી, માટે તે તરફ જોયા વિના કહે કે, તમે આરોપીને ત્યાં તે સવારે ગયા ત્યારે તમે શું જોયું? સાચેસાચું બેલ; મેડા યા વહેલા અમે તમારી પાસેથી સાચી વાત કઢાવવા પ્રયત્ન કરવાના જ છીએ, એટલું યાદ રાખજે.”