________________
૨૯૮
પિકિ કલબ મિ. સ્કિપિને હવે નેથેનિયલ વિકલને સાક્ષીને પાંજરામાં હાજર થવાનું ફરમાવવા કોર્ટને વિનંતી કરી.
મિ. વિંકલે આગળ આવી, વિધિપૂર્વક સોગંદ લઈ જજની સામે જોઈ તેમને નમન કર્યું.
“મારી સામે જોવાની જરૂર નથી, જૂરી સામે જુઓ,” જજે કરડાકીથી કહ્યું.
મિત્ર વિકલે તરત હુકમ માથે ચડાવ્યો અને પૂરી જ્યાં હશે એમ માન્યું તે તરફ આંખો ફેરવી; કારણ કે, તેમની એ માનસિક ગૂંચવણભરી સ્થિતિમાં તેમને કશુંય સ્પષ્ટ દેખાવું અશકય હતું.
મિ. સિકંપિન મિ. વિંકલની સ્થિતિ સમજી ગયા, એટલે તેમણે તેમને બરાબર ગભરાવવાનું શરૂ કર્યું : “હવે તમે ભલા થઈને તમારું નામ નામદાર જજને તથા જૂરીને જણાવશો સાહેબ, કે પછી તમને આજીજી કરવી પડશે ?”
વિકલ.”
“પણ તમારું પ્રથમ નામ શું? ” જજે આવા અધૂરા જવાબથી ગુસ્સે થઈને પૂછ
“નેથેનિયલ, સાહેબ.” “ડેનિયલ કે બીજું કંઈ?” “નેથેનિયલ સાહેબ, ડેનિયલ નહીં, માય લે.
નેથેનિયલ ડેનિયલ કે ડેનિયલ નેથેનિયલ ? “ના, ના માય લે, માત્ર નેથેનિયલ, ડેનિયલ નહીં.” “તો પછી મને પહેલાં ડેનિયલ કેમ કહ્યું હતું, તે કહેશે ?”
મેં નથી કહ્યું, માય લૉર્ડ.”
“તમે કહ્યું જ છે; નહિ તો મારી નેંધમાં એ નામ કયાંથી અધ્ધર કૂદી પડયું ?”
એ દલીક અકાટ હતી.