________________
૩૦૨
પિકવિક કલબ મિ. વિકલ, મિ. પિકવિક જુવાન ઉંમરના તો ન જ કહેવાય, એવું તમે માને છે ને ?”
હા છે, તે તો મારા બાપ થાય તેટલી મોટી ઉંમરના છે.”
“તમે મારા વિદ્વાન મિત્રને એમ જણાવ્યું કે તમે મિત્ર પિકવિકને ઘણુ સમયથી ઓળખે છે, તમને કઈ વખત – કદી એમ લાગેલું ખરું કે તે પરણવાની તૈયારીમાં છે?”
“હરગિજ નહિ.” મિવિકલ અતિ તત્પરતાથી બેલી ઊઠયા. વકીલ માને છે કે, બે જાતના સાક્ષીઓ ખરાબ કહેવાય? જવાબ આપવામાં આનાકાની કરતા; અને અતિશય તત્પરતાથી જવાબ આપતા. મિ. વિકલ બંને રીતે ખરાબ સાક્ષી નીવડયા હતા.
મિ. ફંકીએ હવે બહુ શાંતિથી અને સહાનુભૂતિભરી રીતે પૂછયું : “મિવિકલ, એથી પણ થોડે આગળ જઈને હું પૂછું કે, સ્ત્રીજાતિ પ્રત્યેના મિત્ર પિકવિકના વલણમાં છેવટના એ કોઈ ફેરફાર તમે જે હતો કે જેથી તમને એમ માનવાને કારણ મળે છે, તે લગ્ન કરવાનું કદાચ વિચારતા હોય ?”
ના, ના, હરગિજ નહિ.” મિ. વિલે જવાબ આપ્યો.
“અને તેમની સ્ત્રીઓ પ્રત્યેની વર્તણૂક પણ કોઈ પ્રૌઢ ઉંમરની વ્યક્તિ જેની વૃત્તિઓ અને રસ પોતાના ધંધાઓમાં તથા કામકાજોમાં સ્થિર થઈ ગંઠાઈ ગયાં છે એ જાતની – અર્થાત કોઈ પિતા પોતાની પુત્રીઓ પ્રત્યે દાખવે એ જાતની જ હતી ને ?”
એ બાબતમાં જરા પણ શંકા નથી. અર્થાત એ જ જાતની હતી.”
સારજંટ ખબિને હવે ફંકીને બેસી જવા નિશાની કરી, પણ તેણે છેવટના એક વધુ પ્રશ્ન પૂછપઃ “મિસિસ બાર્ડેલ કે બીજી કોઈ પણ સ્ત્રી પ્રત્યે તેમની વર્તણૂકમાં કદી તમને એવું કંઈ જોવા મળેલું ખરું કે જે શંકાસ્પદ ગણાય અને જેને કંઈક ભળતો અર્થ થઈ શકે ?”