________________
૨૮૪
પિકવિક કલબ તે તો સમજાતું નથી; ડચકારા – મીંચકારા પડતા મૂકીને જે કહેવું છે તે કહી નાખને ?”
જે, સેમી દીકરા, ધીમેથી બેલ અને સાંભળ; મારા બે ભાઈ બંધને મેં એની પાછળ ગોઠવી દીધા છે. તેઓ એને એટલે પિવરાવશે એટલે પિવરાવશે કે તેનાથી મિટ્ટીંગમાં જતી વખતે પગે ઊભા રહેવાય તેવું પણ નહીં રહે. પછી તેઓ તેને મિટ્ટીંગના બારણા સુલી ધકેલી લાવીને મૂકી જશે. પછી જે મજા ! દારૂ ન પિવડાવનાર સભામાં એ પીધેલો ભામટે, એ શોભશે, એ શોભશે !” એમ કહી, પાછા ડોસા મેંમાં ડચકારા બેલાવવા માંડ્યા.
બાપ-દીકરો વખતસર જ્યારે મનિષેધક મંડળીની બ્રિક-લેન શાખાની બેઠકમાં જઈ પહોચ્યા, ત્યારે ત્યાં હાજર રહેલી મોટા ભાગની બાનુઓ, પુરુપો, પ્રમુખ અને મંત્રી ચા પીતાં બેઠાં હતાં.
ડેસો તરત જ સેમના કાન પાસે મેં લઈ જઈને બોલ્યો, “આ બધાને કાલે સવારે ટાંકા ન લેવરાવવા પડે તો હું તારો બાપ નહીં; અલ્યા જે તો ખરે, એ બધી ફાટી પડશે; આટલું બધું પીવાનું – એકી સાથે ! દારૂનો બદલો ચાથી તે વળાય ?”
“ડોસા ચૂપ રહોને.”
“સેમ, પણ હું કહું છું તે યાદ રાખજે. પેલો સેક્રેટરી જો પાંચ જ મિનિટ આમ ને આમ હાંક્ય રાખશે, તે ટેસ્ટ ને પાણીના વજનથી જ ઊભો ફાટી પડશે.”
પણ એને ફાટી જવું હોય તો ભલે ફાટી જાય, તમારે એની શી પંચાત ડોસા ?”
પણ આ આખી સભા આ હિસાબે પીધે રાખશે, તો માનવ પ્રાણી તરીકેય મારે ચિરમેનને ખબર આપવી જોઈએ. પેલી બાઈએ તો સાડાનવ પ્યાલા પૂરા કર્યા, અને હું મારી સગી આંખે તેને લતી જોઉં છું.”