________________
મઘનિષેધક મંડળી
૨૮૩ સેમે હવે વાતને મુદ્દો બદલવા બાપને પોતાને બીજો મુદ્દો જણાવવા કહ્યું.
એ બીજી વાત તો કુટુંબ-નીતિની છે, સેમી; પેલે સ્ટીગિનરાતા નાકવાળો તારી નવી-માની મુલાકાતે એવો નિયમિત અને દરરોજ આવે છે કે, એવો નિયમિત તે ભગવાનને યાદ કરતો હશે કે કેમ, તેની શંકા છે. વળી તે આપણું કુટુંબનો એ ચાહક છે કે, તે આપણે ઘરની બહાર નીકળે ત્યારે સાથે આપણું ઘરની કશીક યાદદાસ્ત લઈ ગયા વિના તેને ચાલતું જ નથી. એટલે તે આવે તેટલી વખત દોઢેક પિંટ ભરાય તેવી એક ચપટી બોટલ લેતો આવે છે, અને જાય ત્યારે ભરીને સાથે લઈ જાય છે.”
અને પાછો આવે ત્યારે ખાલી કરતો આવે છે, એમ જ ને ?”
સફફાચટ ! માત્ર બૂચ અને થોડી ગંધ અંદર બાકી રહે તો રહે. વાત એમ છે કે, આજે મનિષેધક મંડળીની બ્રિક લેન બ્રાન્ચની મિટીંગ છે. તારી નવી-નાને સાંધા-વાનું દરદ ઊપડયું છે, એટલે તે જવાની નથી. પણ તેને મળેલી બે ટિકિટો હું ઉપાડી લાવ્યો છું.” અને આમ કહી ડોસાએ જાણે ખૂબ મજાની વાત કરી હોય તેમ સેમ સામે જોઈ ને આંખ મીંચકારી.
ઠીક; પણ તેને આગળ શું ?”
વાહ, એ ટિકિટોથી તું ને હું બંને વખતસર મિટ્ટીંગમાં પહોંચી જઈશું, પણ ડેપુરી શેપાર્ડ*–પેલું રાતું નાક - સ્ટીગિન બેટ નહીં જઈ શકે. જરાય નહીં જઈ શકે,” એમ કહી ડોસાએ મેંમાં જીભ ઉછાળી આનંદના ડચકારા બોલાવવા માંડ્યા.
આવું ઘરડું ભૂત મેં જન્મ્યા પછી કદી જોયું નથી,” એમ કહી સંમે ડોસાની પીઠ ઉપર આગ સળગી ઊઠે તેવા જોરથી હાથ ઘસીને કહ્યું, “પણ પેટની મહા-ગૂણ, આમાં હસવા જેવું શું આવ્યું
*પ્યુટી શેફર્ડ'. મદદનીશ - પુરોહિત. ધર્મગુરુને પિતાના ટેળાને ભરવાડ – શેફર્ડ કહેવામાં આવે છે.