________________
કેસ ચાલ્યો
૨૮૯ બ્રીફ હતી, તે તેઓ સૌ જુએ તેમ હાથમાં પકડી રાખતા, અને અવારનવાર તેના વડે પિતાનાં નાક વલૂરતા. જેઓની પાસે બતાવવા માટે કોઈ બ્રીફ ન હતી, તેઓ ખીસામાં હાથ રાખી, દેખાવાય તેટલા ડાહ્યા દેખાતા હતા; બાકીના આમથી તેમ નકામી કે કામની દોડાદોડ કરીને અજાણ્યાઓની પ્રશંસાભરી નજર પકડવા મથતા હતા.
ફંકી, સારજંટ સ્નબિન, તથા ગુમાસ્તા મલાર્ડ પણ આવીને ગોઠવાયા. એટલામાં સામાવાળાનો સારજંટ બઝફઝ પિતાના સાથીદાર મિ. સ્કિપિન સાથે અંદર આવ્યો. સારજંટ બઝફઝે સારજંટ સ્નેબિન સામે જોઈ “ગૂડ મૉર્નિંગ' કર્યા. મિ. પિકવિક એ જોઈ ગુસ્સે થઈ પર્કરને પૂછયું, “એ હરામખેર સામા પક્ષનો વકીલ હાઈ આપણું વકીલને શું મેં લઈને ગૂડ મોર્નિંગ' કરે છે” પણ એટલામાં જજ સ્ટેલેં અદાલતના કમરામાં દાખલ થયા અને “શાંતિ” “શાંતિ” ના પોકારો ચારે તરફ થઈ રહ્યા.
પછી જૂરીનાં નામ બેલાવા માંડયાં. દશ જ નામ થયાં; એટલે તત્કાળ એક કાછિયે અને એક કેમિસ્ટને પકડી લાવવામાં આવ્યા, જેથી બારની સંખ્યા પૂરી થાય. કાછિયાએ તો જૂરી તરીકે બેસવાના સેગંદ લઈ લીધા, પણ કેમિસ્ટે વાંધો ઉઠાવ્યો કે, “મારી દુકાને મારે બદલે બેસનારો કોઈ મદદનીશ નથી, એટલે મને જતો કરવો જોઈએ.”
મદદનીશ નથી તે હું શું કરું? તમારે મદદનીશ રાખવો જોઈતો હતો,” જજે ફરમાવ્યું.
મદદનીશ રાખી શકાય તેવી મારા ધંધાની સ્થિતિ નથી, માય લેર્ડ.”
તો રાખી શકાય તેવી સ્થિતિ રાખે,” જજ તડૂક્યા. આ જજને મિજાજ બહુ ગરમ ગણતો હતો. તેમણે તરત ફરમાવ્યું, “ચાલે એ સદગૃહસ્થને સેગંદ આપી દો.”
“મને સોગંદ લેવરાવો છે, માય લૉર્ડ, મને?” * “હાસ્તો વળી.” પિ-૧૯