________________
કેસ ચાલ્યો
૨૯૨ તેને જ ફાંસીએ ચડાવવા લઈ જતા હોય, કે જન્મભર દેશનિકાલ કરતા હોય તેમ કરુણજનક ચીસો પાડી રડવા લાગ્યો. ડોડસન અને ફગને એટલું જ જોઈતું હતું.
જજે પછી “બાડેલ અને પિકવિક”ને કેસ હાથ ઉપર લીધે. તે નામના યથેચિત પિકાર થયા બાદ જજે ફરિયાદી તરફથી કેણુ ઊભું છે તે પૂછયું. મિ. સારદ બઝફઝે ઊભા થઈ નમન કરી પોતાનું નામ કહ્યું.
“તમારી સાથે કોણ છે ?”
મિ. કિંપિને નમન કરી જવાબ આપ્યો કે તે પોતે તેમની સાથે છે.
મિ. સારજંટ સ્નેબિને હવે આરોપી તરફથી પોતે ઊભા છે તેની જાહેરાત કરી.
તમારી સાથે કાઈ છે કે ?” અદાલતે પૂછયું. “મિફંકી, માય લેડ, ” સારજંટ સ્નેબિને જવાબ આપો.
જજે તરત ફરિયાદી અને આરોપીના વકીલોનાં નામ લખ્યાં – સારજંટ બઝફઝ અને મિકિંપિન, સારજંટ ઔબિન અને મિત્ર મંકી.
જજને નમ્રતાથી મિફંકી એવો સુધારો કરવા વિનંતી કરવામાં આવી.
ઠીક, ઠીક; મેં કદી એ મહાશયનું નામ આજ પહેલાં સાંભળ્યું હોય એમ લાગતું નથી,” જજે જણાવ્યું.
પછી મિકિંપિને કેસ શરૂ કર્યો. ત્રણ મિનિટમાં એ કશું વિશેષ કહ્યા વિના બેસી ગયો અને પછી સારજંટ બઝફઝ આ અગત્યના કેસને છાજે એવાં ગૌરવ અને ગંભીરતા ધારણ કરી ઊભા થયા. તેમણે ડોડસન અને ફ્રેગ સાથે થોડીક વૈધિક ગુસપુસ કરી લીધી, અને પછી જૂરીને સંબોધીને તેમણે ભભકભરી ઘેરી ભાષામાં જણાવ્યું કે, જ્યારથી તેમણે આ વકીલાતના ધંધામાં ઝંપલાવ્યું છે – અરે જ્યારથી કાયદાને અભ્યાસ તેમણે શરૂ કર્યો છે, ત્યારથી માંડીને કહીએ તો પણ