________________
મદ્યનિષેધક મંડળી
૨૮૭
.
ગીત ચાલતું હતું, તે દરમ્યાન એક જણુ આવી પ્રમુખના કાનમાં કંઈક કહી ગયા. તરત પ્રમુખે ઊભા થઈ જાહેર કર્યું કે, ડેાર્કિંગ બ્રાન્ચ તરફથી પ્રતિનિધિ તરીકે બ્રધર સ્ટિગિન્સ આવી પહેાંચ્યા છે. તે આપણને મદ્યનિષેધના ભૂંડા વ્યસનની બાબતમાં એ ખેલ સંખેાધશે. (સૌ બાઈ આના ભારે હર્ષનાદ. )
મિસ્ટિગિન્સ બારણામાં દાખલ થયા, તેની સાથે જ તાળીઓના ગડગડાટથી તેમને વધાવી લેવામાં આવ્યા. મિ॰ સ્ટિગિન્સ સૌને ફાટેલી આંખે અને હાસ્ય-અંકિત સ્થિર મેાંએ જોઈ રહ્યા. પછી તે લથડિયાં ખાતા મંચ તરફ આગળ વધ્યા.
પ્રમુખે તેમની દશા જોઈ તે પૂછ્યું, બ્રધર સ્ટિગિન્સ, તમારી તબિયત ઠીક નથી, શું ?”
66
“ હું લ-રાઈટ છું; અને હું લ-રાઈટ નથી એમ કાણુ કહેવાની હિંમત કરે છે, તે જોવા માગું છું. તેને એવું ન ખેલવાની મારી સલાહ છે; બહુ ચોખ્ખી સલાહ છે.”
“ તમે આ સભાને ઉદ્દેશીને એ ખેલ કહેશેા, બ્રધર ?” પ્રમુખે નિમંત્રણસૂચક મંદ હાસ્ય હસીને પૂછ્યું.
“ના, જી; ના, જી. હું એમ કહેવા માગું છું –મારા એવે સ્પષ્ટ અભિપ્રાય છે કે, આ આખી સભા પીધેલી છે, સાહેબ. અને બ્રધર ટેજર ! તમે પણ પીધેલા છે. ” એમ કહી બ્રધર સ્ટિગિન્સે એ ભૂંડા સેક્રેટરીની અસરમાંથી સભાને મુક્ત કરવા સેક્રેટરીના નાક ઉપર જોરથી એક મુક્કો ઠોકી દીધેા, સેક્રેટરી બિચારા આ અણુધાર્યાં હુમલા ખાળી શકે તેવી સ્થિતિમાં ન હતા એટલે તે મંચ ઉપરથી નીચે ગબડી પડયો.
તરત જ સ્ત્રીઓએ ભારે ચીસાચીસ અને બૂમાબૂમ શરૂ કરી દીધી. તેઓએ ખીતી જઈને, ખુનામરકીમાંથી બચવા સભામાંના પાતપેાતાના માનીતા બ્રધરાના કંઠે બંને હાથ વીંટાળી દીધા. પ્રમુખ ધણી બાનુઓના માનીતા હાઈ, તેમની આસપાસ ધણી સ્ત્રીએ એકસામટી