________________
૨૮૫
મનિષેધક મંડળી હજુ મિ. વેલર આ જ રીતે આગળ ચલાવ્યે રાખત, પણ એટલામાં જાહેરાત થઈ કે ચા-પાણી પૂરાં થયાં છે અને સભાનું કામકાજ હવે શરૂ થાય છે.
સેક્રેટરીએ હવે પ્રમુખ તરીકે મિ. એન્થની હમને પ્રમુખપદે ચૂંટી કાઢવા પ્રસ્તાવ મૂક્યો, જે તાળીઓના ભારે ગડગડાટથી વધાવી લેવામાં આવ્યો.
પ્રમુખે પોતાને આ રીતે ચૂંટીને બહુમાન રાખવા બદલ સો સન્નારીઓ અને સંગ્રહસ્થાનો આભાર માન્યો અને સેક્રેટરીને બ્રાન્ચની કામગીરીને અહેવાલ વાંચવાનું શરૂ કરવા ફરમાવ્યું. જેમાંથી થોડે ભાગ નીચે ઉતાર્યો છે :
તમારી કમિટીને જણાવતા આનંદ થાય છે કે, તેણે ગયા મહિનામાં પિતાની કામગીરી કૃતજ્ઞતાપૂર્વક આગળ ધપાવી છે; અને મધનિષેધની પ્રતિજ્ઞામાં નીચેના લેકેને ખેંચી આણ્યા છે.
૧. ઍચ. વોકર : દરજીપત્ની અને બે બાળકેવાળો. વીસ વર્ષથી હલકી જાતનો દારૂ પીતો. હવે કમાણી વગરનો અને કામ વગર થઈ ગયો છે. એ પરિણામ દારૂના વ્યસનને લીધે જ આવ્યું છે, એમ પોતે કબૂલ કરે છે. (હર્ષના પિકારે.) જે કે તેને જમણો હાથે ગંઠાઈ જવાથી તે કામકાજ કરતા બંધ થયો કે નહિ, તે એ નક્કી કરી શકતો નથી. પણ તે એટલું કહે છે કે, આખી જિંદગી તેણે શુદ્ધ પાણી સિવાય બીજું કશું પીધું ન હોત, તો તેના સાથીદારે તેને જમણા હાથમાં કટાયેલી સોય ખોસી દીધી ન હોત, અને તેનો જમણે હાથ નકામો થયો ન હોત. (ભારે હર્ષનાદ.) હવે તેને ઠંડા પાણી સિવાય કશું પીવા નથી મળતું; અને પરિણામે તે કદી તરસ્યો પણ નથી થતો. (તાળીઓ.)
૨. બેટ્સી માર્ટિન : વિધવા. એક બાળક, એક આંખ. પહેલેથી જ એક જ આંખ હતી. પણ એમ માને છે કે, તેની માને દારૂનું વ્યસન હતું, અને તેને પરિણામે જ તેને બીજી એક આંખ ન થઈ