________________
૨૮૮
પિકવિક કલબ ફરી વળી. મોટા ભાગની બત્તીઓ અચાનક તોડી પાડવામાં આવી અને ચારે બાજુ ધમાલ અને બૂમાબૂમ મચી રહી.
બુદ્દા વેલારે તરત જ પોતાનો કાટ ઉતારીને સેમને સેંપી દીધો અને પછી પોતે સીધો સ્ટિગિન્સ પાસે જઈ પહોંચ્યો. ત્યાં જઈ તેને ધકકા – મુક્કી કરતો અને તેની આસપાસ ફેરફૂદડી ફરતો તે આનંદથી નાચવા લાગ્યો. સેમે જોયું કે એ ડોસો કાળભર્યો પેલા ગરાડીને કથેલું મારી બેસશે, એટલે તે તેને પરાણે ખેંચીને બહાર લઈ ગયો. કારણ, આટલી ધમાલ થતાં પોલીસ આવી પહોંચવાની જ, અને ત્યાં આમ મારામારી કરતા પકડાવું ડોસાના હિતમાં ન હતું.
અને થોડી જ વારમાં આસપાસના લોકોની બૂમાબૂમથી પોલીસ ત્યાં આવી જ પહોંચી. છેવટે જ્યારે તેઓ રાતપૂરતા મિત્ર સ્ટિગિન્સને હાજતમાં પૂરવા ધકેલી ગયા, ત્યારે ભેગા થયેલા લોકોએ ખાસો હરિયે બેલાવ્યો.
મંડળીના બીજા સભ્યો તે પોલીસને મામલે જોઈ નાસભાગ કરતા વીખરાઈ ગયા.
૩૬ કેસ ચાલ્યો
અાજે દિવસે અદાલતનો વખત થતાં મિ. પિકવિકે કાચા મંગાવ્યો. ચાર પિકવિકિયનો અને મિત્ર પર્કર તેમાં બેસી ગિલ્ડહેલ તરફ હંકારી ગયા. મિ. પર્કરને ગુમાસ્તો લેટન કાગળની બૅગ સાથે કેનમાં બેસી પાછળ ચાલ્યો.
મિ. પિકવિકે અદાલતમાં પેઠા પછી ભારે ઉશકેરાટમાં ચોતરફ નજર કરી લીધી. બેરિસ્ટરની બેઠકમાં કેટલાય બૅરિસ્ટર ઈંગ્લેંડનાં મશહુર નાક અને મૂછો સાથે બેઠેલા હતા. જેમની પાસે કોઈ કેસની