________________
૨૮૧
સૈમને પ્રથમ પ્રેમપત્ર કરતાં પણ વધુ જલદીથી અને વધુ ઊજળા રંગમાં તારી છબી મારા હૃદયમાં તૈયાર થઈ ગઈ છે. અને તે પણ કાચ ફ્રેમ સાથે અને લટકાવવા માટેના આંકડાવાળી.”
દીકરા, એ બધું તો કવિતાની ધાર ઉપર જઈ પહોંચ્યું હોય એવું લાગે છે.”
ના, ના, કવિતા જેવું નથી,” એમ કહી સેમે બાપ સાથે તકરારી મુદ્દો ઊભો ન કરવા માટે વાંચવાનું આગળ ચલાવ્યું: “ “આ મારે પ્રેમ–પત્ર સ્વીકારજે, મારી વહાલી મેરી, અને મેં કહ્યું છે તે બાબત ઉપર વિચાર કરજે. મારી વહાલી, હવે હું પૂરું કરું છું.”
બેટા આ તો એકદમ ગાડી થંભાવી દીધા જેવું થયું લાગે છે.”
“જરા પણ નહિ; તેને ઈચ્છા રહે કે હજુ આગળ વધારે કંઈ હેય તે સારું, એ જ કાગળ લખવાની ખરી કારીગરી છે.”
“પણ અલ્યા તેની નીચે સહી નહિ કરે ?”
મને એ જ સમજણ નથી પડતી કે હું શું લખીને સહી કરું. પ્રેમ-પત્રમાં પિતાનું નામ તો લખાય જ નહિ.
તો વિવિ નામ લખ. તે સારું નામ છે અને લખવામાં , સહેલું છે.”
“બસ તે હવે હું છેડે જેડકણે જ બનાવી દઉં છું, “તારો જવ-સીવ — વિવિ.
આટલું લખી લઈ, કાગળની સંભાળપૂર્વક ગડી કરી, તેને કવરમાં બીડી તેણે સરનામું કર્યું
“મેરીને મળે; હાઉસ-મેઈડઝ મિત્ર નેપકિન્સને ત્યાં, મેયરને ઘેર, ઈમ્સવીચ, સફફીક.
* પ્રેમ-દદ. *ઘરકામવાળી.