________________
સંમને પ્રથમ પ્રેમપત્ર
૨૭૯ “કેમ, સેમી, કેમ છે?”
સેમે કલમ નીચે મૂકી સામું પૂછયું, “મારાં નવાં માની તબિયત નું “લેઈટેસ્ટ” બુલેટીન શું કહે છે?
“મિસિસ વેલરે રાત સારી પસાર કરી, પણ સવાર થતાં તેમનું આડાપણું અને ચીડિયાપણું ખૂબ વધી રહ્યું છે. પણ તું આ શું કરે છે, લ્યા ?”
હું કશુંક લખતો હતો; પણ હવે પૂરું થઈ ગયું છે.”
તું કેાઈ જુવાન બાઈને તો કશું લખતો નહિ હોય, એમ હું ખાતરીથી માનું છું.”
નહોતો લખતે એમ કહેવું એ ખોટું કહેવાય અને જૂ હું પણ કહેવાય. હું “વેલેન્ટાઈન” લખતો હતો.”
“શું લખતો હતો?” બાપે ભયથી ચાંકીને પૂછયું.
વેલેન્ટાઈન,” સેમે જવાબ આપ્યો.
“સેમિલ, સેમિલ, તું આ કામ કરીશ, એમ હું માનતો નહતો. તારા બાપની એ નબળાઈનું શું પરિણામ આવ્યું છે તે સાંભળ્યા છતાં અને નજરે જોયા છતાં પણ તું આ શું કરી બેઠો ? તારી નવી-માની એક વખત મુલાકાત લેનાર માણસ પ્રેમ કરવાની જન્મભરની ખો ભૂલી જાય, એમ જ હું તો માનું.” એમ કહી ડોસો એટલે બધે લાગણીવશ થઈ ગયો કે, તેમની સામે પડેલું ઢબલર ઉપાડી તેણે મોંએ જ માંડી દીધું.
પણ વાત શી છે, ડોસા, એ તો કહો.”
“અરે બેટા, મારી આ પાછલી ઉંમરે તને મારી પેઠે એ નબળાઈને શિકાર થયેલો જોવો એ મારે માટે આકરી કસોટી છેઘર સજા છે. બાપ થઈને છોકરાને એ ઢાળ તરફ ગબડતો જેવો એ ખરેખર ભારે મુસીબત છે.”
અરે પણ ડોસા, હું પરણવાને ક્યાં છું તે? તમે તમારી ચુંગી ભરી મંગાવો, અને પછી હું એ કાગળ તમને વાંચી સંભળાવું તે સાંભળી લે.”