________________
પિકવિક ક્લબ
“વાહ, તેા તે! એ મારા પૂર્વજ હાવા જોઈએ. તે ઠીક, હું સૅમ છું. મારે શું કરવાનું છે ?”
*
“ છ વાગ્યે આવજો ‘બ્લ્યૂ બાર' હોટેલમાં; તે તમને મળવા માગે છે. ” આટલું કહી એ જીવાનિયેા ભરવાડા ઢાર ભેગાં કરવા વગાડે છે તેવી સીટી હેાઠ વડે વગાડવાની પ્રેક્ટિસ કરતા કરતા ચાલ્યેા ગયેા.
૨૦૮
ખાપે તેડાવ્યા હેાવાથી મિ॰ પિકવિક પાસે સૅમે જવાની રજા માગી. તે તેમણે તરત જ આપી; કારણ કે અત્યારની ઉશ્કેરાટભરી સ્થિતિમાં તે એકલા જ વિચારો અને ચિંતાઓને ઘૂંટયા કરવા માગતા હતા.
રસ્તામાં એક મૂકૉલરની દુકાને એ હૃદયાને એક ખાણથી વીંધીને આગ ઉપર શેકવા મૂકવાં હેાય તેવા દેખાવવાળું ચિત્ર લટકાવ્યું હતું અને ઉપર લખ્યું હતું —— ‘ વૅલેન્ટાઈન.' સૅમને તરત એ જોઈ આવતી કાલને પ્રેમ-પત્ર-દિન યાદ આવ્યા. તેણે કિનારીએ સાનેરી ગિલેટવાળેા એક સારા કાગળ ખરીદ્યો, તથા કઠણ ટાંકવાળી કલમ ખરીદી, જેથી લખતી વખતે થથરે નહિ. પછી બ્લ્યૂ એર’ હૉટેલમાં પહોંચી, બાપ હજુ આવ્યા ન હેાવાથી, બાજુએ જુદું એક ટેબલ તથા શાહીને ખડિયા મંગાવી, તથા ગરમ પાણી સાથેની બ્રાન્ડીનેા ઑર્ડર આપી, તે ઇપ્સવીચ મુકામે મૅજિસ્ટ્રેટ નિપ્કન્સને ત્યાં કામ કરતી ફૂટડી બાઈ મૅરીતે પ્રેમપત્ર લખવા ખેડે.
જેતે લખવાની ટેવ નથી, તેને એક કાગળ લખવે એ કેવું ભગીરથ કામ લાગે, તેને સામાન્ય લખ લખ કરનારાઓને ખ્યાલ પણ ન આવે. સઁમે ડાબા હાથ ઉપર માથું નમાવ્યું, આંખે। કાગળની સમાંતર રાખી, અને જે અક્ષર લખવાને હોય તેને આકાર જીભ વડે પ્રથમ મેાંમાં કાઢીને લખવા માંડયું. દોઢેક કલાક સુધી તેણે હેકછેક અને ઘૂંટટ્યૂટ કરીને કશુંક ચીતર્યાં કર્યું; કેટલાય અક્ષરા ખેટા લખાયેલા લાગ્યા તે આંગળી વડે લૂછી નાખ્યા અને ઉપર ઘૂંટીને બીજો અક્ષર લખ્યા. એટલામાં તેને ખપ આવી પહોંચ્યા.