________________
૩૪ સૅમને પ્રથમ પ્રેમ-પત્ર
મિસિસ બાડેલવાળો દાવો ૧૪મી ફેબ્રુઆરીએ નીકળવાને હતો. તેને આગલે દિવસે સવારથી મિ. પિકવિકે તેમને મિ૫ર્કરને ત્યાં ફેરા ખવરાવવા માંડ્યા. કામ કશું ખાસ ન હોય; પરંતુ પહેલી જ વાર અદાલતમાં હાજર થવાનું હૈઈ, મિ. પિકવિક છેડી થોડી વારે ચિઠ્ઠી લખીને પૂછાવતા : “વહાલા પર્કર, બધું ઠીક ચાલે છે ને ?” અને મિત્ર પર્કર પણ અચૂક જવાબ વાળતા, “વહાલા પિકવિક, ચાલી શકે તેટલું સરસ ચાલે છે.” જોકે, બીજે દિવસે સવારે જ કેસ ચાલવાને હોઈ આગલે દિવસે ઠીક કે અ-ઠીક કશું ચાલવાનું જ ન હોય, એ કોઈ પણ માણસ સમજી શકે.
બપોરના બે સુધી સેમે આમ મિ. ૫ર્કરને ત્યાં ધકકા – ફેરા ખાધા કર્યા. સેમ પણ એવો ઉત્સાહી અને ખુશમિજાજ નેકર હતો કે, તે હસતે મોંએ જ એ બધા ધક્કા ખાતો. પછી મિ. પિકવિકે તેને થાક ઉતારવા છૂટી આપી. - સેમ મિ. પિકવિકે આપેલા પૈસામાંથી કશું ગરમાગરમ પીણું મંગાવીને બેઠે હતો, તેવામાં ભવિષ્યમાં કોચને ડ્રાઈવર થવાનો હોય એવા દેખાવને એક છોકરો ત્યાં આવ્યો અને પૂછવા લાગ્યો, “અહીં કેાઈ સેમ છે ?”
“પણ એનું આગળનું નામ કહીશ?” સેમે જ પૂછયું. “મને શી ખબર ? મને તો એક ચાચાએ કહ્યું, એટલે હું આવ્યો.” “ક્યા ચાચા ?”
“ઈમ્સવીચનો કાચ હાંકે છે તે. ગઈકાલે સવારે મને કહ્યું કે, “જ્યોર્જ એન્ડ વચરમાં જજે અને તેમનું નામ દેજે.”
२७७