________________
૨૭૫
મેડિકલ સાળા-બનેવી હોસ્પિટલમાં લઈ આવ્યો. પણ ત્યાંય તે ચાલે છે ત્યારે ગાડું પથરા ઉપર થઈને જતું હોય તે ખડખડાટ થયા જ કરે છે. એટલે બીજા દેશોને ડખલ ન થાય તે માટે તેને મેટા ઓવરકોટમાં વીંટી રાખે છે.”
મિ. પિકવિક તો એ કિસ્સો સાંભળી દિમૂઢ થઈ ગયા; અને મેડિકલ-દુનિયાની અજાયબીઓનું જ્ઞાન વાગોળવા લાગ્યા.
પછી તો બાકીના આમંત્રિતો આવી રહેતાં પત્તાંની રમત શરૂ થઈ, અને સાથે સાથે પીવાનું.
રમત દરમ્યાન જેકે બે આમંત્રિતો વચ્ચે મારામારીને સોદો આવી ગયો. પણ બધું શાંતિથી પતાવી, હિસાબ ચૂકતે કરી, પછી વાળનું મંગાવવામાં આવ્યું. વાળુની તૈયારી પણ અધૂરી જ હતી; કોઈ બાબતમાં કશા ઢંગ જ ન હતા.
પરંતુ વાળનું પત્યા પછી ધૂમ્રમાન અને મદ્યપાન જેવી અગત્યની બાબતો શરૂ થઈ
બ્રાન્ડી માટે નોકરડી પાસે ગરમ પાણી મંગાવવામાં આવ્યું, તે તેણે જણાવ્યું કે, મિસિસ રેડલ રસોડામાં આગ ઓલવી, ચાવી મારીને પોઢી ગયાં છે. એટલે પછી ઠંડા પાણીથી ચલાવવામાં આવ્યું. " મદ્યપાન ચાલતું હતું તે દરમ્યાન પેલા બે ઝઘડાળુઓએ પાછો પિતાને ઝઘડો શરૂ કર્યો. બંને જણ અમીર-ઉમરાવની પેઠે કંઠયુદ્ધને પડકાર આપી બેઠા. પણ પછી શાંત થયા અને અતૂટ મિત્રતાની શુભેચ્છામાં પ્યાલીઓ ચડાવવા લાગ્યા.
પછી એક જણને ગાવાનું તાન ચડયું એટલે બીજાને પણ ચડયું અને પછી તો ઘણાને ચડયું.
એ બૂમાબૂમથી જાગી ઊઠેલી મિસિસ રેડલ ઉપર દેડી આવી; તેણે “ભાડું આપ્યા વિના આખું ઘર ધમાચકડી અને બૂમાબૂમથી રાતના બે વાગ્યે તોડી પાડવાની તૈયારી કરનારા હરામજાદાઓ” કહીને, એ લેકેને હાંકી કાઢવા, ઉપરને માળ પોઢેલા પિતાના પતિને હાકલ કરી.