________________
२७४
પિકવિક કલબ વાહ, એનું નામ તે ઓપરેશન !” મિ. પિકવિકે નવાઈ પામીને કહ્યું. . “પણ એ ઓપરેશન તો કંઈ જ નથી; એમાં કશી મોટી વાત છે, બેબ ?હોપકિન્સ પૂછયું.
ના રે ના, એ તો નજીવું ઑપરેશન કહેવાય.”
“ખરે “સમતિ” તો ગઈ કાલ રાતે આવ્યો હત; એક બાળક છોકરે આખો નેકલેસ ગળી ગયો હતે.”
“શું ગળી ગયો હતો ?” મિ. પિકવિક વચ્ચે જ પૂછયું.
એક આખો નેકલેસ ! એકી સાથે નહીં જ; એનાં માબાપ ગરીબ માણસ છે. એ છોકરાની મોટી બહેન એક નેકલેસ ખરીદી લાવી : સામાન્ય નેકલેસ, લાકડાના કાળા મણકાનો દેરાથી પરેવીને બનાવેલું. છોકરાને નેકલેસ બહુ ગમી ગયો; તેણે તે સંતાડી દીધો. પછી સંતાડેલી જગ્યાએ જઈને તે નેકલેસ સાથે રમવા લાગ્યો. રમતમાં તેણે દોરો કાપી નાખ્યો; મણકા છૂટા થઈ ગયા. તેણે તે દિવસે એક મણકે ગળી લીધે; તેને બહુ મજા પડી. પણ બીજે દિવસે તે બે મણકા ગળી ગયે; ત્રીજે દિવસે ત્રણ મણકા, એમ અઠવાડિયામાં તે તે પૂરા પચીસે મણકા ગળી ગયો. તેની મોટી બહેને તો નેકલેસ ખાવાવાથી રડી રડીને આંખો લાલ કરી દીધી. એક વખત બધા વાળુ કરવા બેઠા હતા, તે વખતે પેલો છોકરે નીચે રમતો હતો. બાપે ધમકાવીને કહ્યું, “અલ્યા આટલે ખડખડાટ કેમ કરે છે ?” છોકરાએ જવાબ આપ્યો, “હું કંઈ કશું કરતો નથી. પણ છતાંય ખડખડાટ ચાલુ રહ્યો, એટલે બાપે છોકરાને જમીન ઉપરથી મારવા ઉપાડડ્યો. તે વખતે તો એટલો બધો ખડખડાટ થયો કે, જાણે મકાનનું લક્કડકામ તૂટતું-ફૂટતું હોય ! બાપ નવાઈ પામી પૂછવા લાગ્યો, “અલ્યા આ શું ખખડે છે ?” પેલા છોકરાઓ ત્યારે કબૂલ કર્યું કે, એ તો પેલા નેકલેસના મણકા ખખડે છે. “ક્યાં ખખડે છે ?” બાપે પૂછયું. “મારા પેટમાં, છોકરાએ જવાબ આપ્યો. એ છોકરાને તરત બાપ