________________
૨૭૬
પિકવિક કલબ પતિએ પથારીમાં પડ્યાં પડયાં બૂમ પાડી, “શરમાઓ, ભાઈ જરા શરમાઓ.”
મિસિસ લે પતિને નામર્દનું બિરુદ ચેપડીને જણાવ્યું કે, “બાયલાની પેઠે પથારીમાં પડ્યા પડ્યા શું રદન કરે છે ? બહાર આવીને આ બધાને કાન પકડીને બહાર ફેંકા તો મરદ ખરા.”
“પણ હું એકલું છું, અને તેઓ મારા કરતાં સંખ્યામાં વધારે છે,” પતિએ કરુણ અવાજે જવાબ આપ્યો.
ધત કાયર ! પણ તમે મિસૈયર આ બધાને અબઘડી વિદાય કરો છો કે નહિ ?”
તેઓ જાય જ છે; અબઘડી જાય છે,” એમ કહી બેબે સૌ મિત્રને “મહેરબાની કરી વિદાય થવા વિનંતી કરી.
પણ હોપકિન્સ ઉપર જઈ પેલા પતિને ફટકારવા તૈયારી બતાવી; એટલે બેબે તેને જ જલદી વિદાય થઈ જવા આગ્રહ કર્યો.
ડી વાર પછી મિસિસ રેડલ પાછી આવી અને મિત્ર પિકવિક વગેરે ધીમે ધીમે ઊઠતા હતા તેમના ઉપર જ તૂટી પડી : “કોણ જાણે ભામટાઓ, શું કરવા અહીં ભેગા થયા થયા છે તે ! અને આ તો એ છોકરાઓનો બાપ થાય તેવો ઢચરે છે, તો પણ નાના છોકરાઓ જોડે ઢીંચીને હાહા-હીહી કરતાં શરમાતો પણ નથી.”
મિ. પિકવિકે કંઈક ખુલાસો કરવા વિચાર કર્યો પણ પછી તેમણે જલદી એ ઘરમાંથી બહાર નીકળી જવામાં જ ડહાપણ માન્યું.
બેન્જામિન એલન મિપિકવિક વગેરે સાથે લંડન બ્રિજ સુધી સુધી ચાલતો આવ્યો. દરમ્યાન મિ. વિકલને પસંદ કરીને એક ગુપ્ત વાત તેમના કાનમાં તેણે સંભળાવી દીધી કે, મારી બહેન આરાબેલાના પ્રેમ માટે મારા મિત્ર મિ. બેબ સોયર સિવાયના બીજા કોઈ પણ ઉમેદવારનું ગળું અબઘડી કાપી નાખવા તે તૈયાર છે.
પણ આટલું બોલતાં બેલતાંમાં તે તે રડવા મંડ્યો અને પાછો હસવા માંડ્યો. તેને જરા વધારે પડતો ચડ્યો હતો.