________________
૨૭૨
પિકવિક કલબ જવાબ આપ્યો. એ “સીટી ” વસ્તુ કંઈક વિચિત્ર જ હોય છે; રેજ કેટલા બધા માણસો ત્યાં નિરાશ જ થતા હોય છે.
પણ મિ. સૈયર, એ વાતને ને મારે શી લેવા દેવા છે? મને મારું ભાડું આપી દે, એટલે બસ! રેજ રેજ વાયદો કરનાર અને તોડનાર માણસને હું મારું મકાન અને તેમાં નાસ્તાની મફત સગવડ આપવા માગતી નથી, સમજ્યા ? તમારા જેવા હંમેશા ધૂમાડે ફેંક્યા કરતા તથા દારૂ ઢીંચ્યા કરતા લફરોને માટે હું મારી જિંદગીનાં વીસ વીસ વર્ષથી કામ કરી કરીને તૂટી જવા માગતી નથી, સમજ્યા ?”
અરે, અરે, આ શું બોલે છે...” મિ. બેન્જામિન ઍલન વચ્ચે પડવા ગયા.
“જુઓ મહેરબાન, તમારા શબ્દો તમારી પાસે રાખી મૂકે; તમને આ વાતમાં વચ્ચે બેલવાનો કશે અધિકાર છે, એમ હું માનતી નથી. મેં આ કમરે તમને ભાડે આપેલ છે, એવી મને ખબર નથી.”
ના રે ના, મને એ સદ્ભાગ્ય સાંપડયું નથી.”
“તો પછી તમારું સદ્ભાગ્ય હોસ્પિટલમાં લોકોના હાથ-પગ તોડવા પૂરતું જ મર્યાદિત રાખે; નહિ તો પછી જોયા જેવી થશે.”
“તમે કેવાંક આડાં પ્રાણી છે,–” મિ. બેન્જામિન એલન બેલવા ગયા.
“શું બોલ્યો, જુવાનિયા? એ શબ્દ ફરીથી બેલ જોઉં!”
મેં એ શબ્દ તેના ખરાબ અર્થમાં નહોતો વાપર્યો, મેડમ”
“ના, ના, પણ તું પ્રાણી કેને કહે છે ? તે એ શબ્દ મારે માટે વાપર્યો હતો ? હા વાપરે જ ને; જેનો ધણી જાનવરની પેઠે દાદર નીચે ટૂંટિયું વાળીને ઘેર્યા કરે, અને જે પોતાની બૈરીને આવા વાઢકાપ કરનારા અને મડદાં ચૂંથનોરા હરામજાદાઓના ઓરડામાં એકલી મેકલે, તે સ્ત્રીને બીજી શી આશા રાખવાની હોય ? (ડૂસકાં) એ નમાલ, નામર્દ, માટીડે – હજુ દાદર ચડીને ઉપર આવે છે?” આટલું બેલી મિસિસ રેડલ પોતાના પતિને પોતે મારેલાં ટોણાંથી