________________
૩૩ મેડિકલ સાળા-બનેવી
! ૦ વોર્ડલને ત્યાં આપણી મંડળીના મિત્રોને મળેલી આરાબેલા એલનના ભાઈ બેન્જામિન ઍલને પિતાની બહેન માટે નક્કી કરી રાખેલ પતિ બૅબ સોયરે મિ. પિકવિક તથા તેમના મિત્રોને જે દિવસે પિતાના બીજા દસ્તો સહિત પોતાને ત્યાં મુલાકાતે આવવા નિમંત્રણ આપ્યું હતું, તે દિવસે વહેલી સાંજે મિ. બેન એલન અને મિત્ર બબ સૈયર અંગીઠીની એક બાજુ બેઠા બેઠા વિમાસણમાં પડ્યા હતા. પાર્ટી માટેની તૈયારીઓ પૂરી થઈ હતી; છતાં બૉબ સેયરને મેં પર ગમગીનીની ઘેરી છાયા ઘેરાયેલી દેખાતી હતી. તેની અસર મિ. બેન એલન ઉપર પણ પડતી જતી હતી. તે સહાનુભૂતિભર્યા અવાજે બેલ્યો
આજે જ એ બાઈને ભાડાની ઉઘરાણી માટે ખાટા થવાનું મુહૂર્ત આવ્યું, એ કમનસીબ બીના છે; આવતી કાલ સુધી પોતાની ઉઘરાણી તે મુલતવી રાખી શકી હોત.”
એ જ માનવ પ્રાણીની મૂળભૂત દુષ્ટતા છે ને?” બેબે જવાબ આપે; “તે કહે કે, પાર્ટી આપવાના પૈસા મળે છે, તે ઉઘરાણીનું નાનું સરખું બિલ ચૂકવતાં શું થાય છે? અથવા ભાડું પહેરું પતવી, Tછી પાર્ટીની જોગવાઈ કરતાં પણ શું જતું રહેવાનું હતું? આ તે કંઈ પ્રશ્ન છે? અને તેને જવાબેય શું હોઈ શકે, ભલા ?”
કેટલું બિલ ચડયું છે?” “સવા મહિનાનું, માંડ.”
२७०