________________
પિકવિક ક્લબ મિ. ફંકી, સારજંટ સ્નેબિન” પકરે જવાબ આપ્યો.
“ફંકી, ફંકી, એ નામ મેં કદી સાંભળ્યું હોય એમ લાગતું નથી. તે કાઈ નવો માણસ હોવો જોઈએ.”
હાજી, તદ્દન નવો માણસ જ છે; પ્રેકિટસ શરૂ કર્યું આઠ વર્ષ માંડ થયાં હશે.”
મિ. મલાર્ડ, જરા મિ–મિ–”
કંકી, હોલબર્ન કર્ટ, ગ્રેઝ-ઈને,” પકરે વચ્ચે જ કહ્યું. “હા, મિ. ફંકીને કહો કે, એક મિનિટ અહીં ઊભાઊભ આવી જાય,” સારજંટ ઔબિને વાક્ય પૂરું કર્યું.
બૅરિસ્ટર તરીકે ફંકી આ મહારથીઓ સમક્ષ ગમે તેવું બાળક ગણાતો હશે, તોપણ તે ખાસો પ્રૌઢ માણસ હતો. બેલવા-ચાલવામાં તે જરા સંકેચ દાખવતો હતો; અને એ વસ્તુ તેને સાધનોને અભાવે કે પૂરતી ધૂણતા કે ઠોકવિદ્યા આવડતી ન હોવાને કારણે “દબાઈ રહેવું પડતું હોવાનું જ પરિણામ હતી.
તે આવતાં જ સારજંટે તેને પૂછયું, “મેં કદી તમને પહેલાં હોય એમ લાગતું નથી ખરું ?”
મિક ફંકીએ નમ્રતાથી હકારસૂચક નમન કર્યું. સારજંટે ભલે તેમને નહિ જોયા હોય, પણ તેમણે તો સારજંટને ઘણી વાર જોયા હતા. તથા આઠ આઠ વર્ષથી આશામાં ને આશામાં કંગાળ સગાંની જેમ તે તેમની આસપાસ ફર્યા કરતા હતા !
આ કેસમાં તમે મારી સાથે ઊભા રહેવાના છો, ખરું ?” સારજંટે પૂછયું.
જે મિત્ર ફેકી તવંગર માણસ હોત, તો એ વસ્તુ યાદ કરાવવા તેમણે તરત પોતાના કારકૂનને બેલાવવા મોકલ્યો હોત; અને જે તેમનામાં ડહાપણ હોત, તો તેમણે આંગળી કપાળે અડાડી, યાદ કરવા પ્રયત્ન કર્યો હોત, જેથી પિતાનાં અનેક રોકાણમાં આવી એક