________________
૨૬૬
પિકવિક કલબ પણ તમને ખીસામાં મૂકવાનું રોકડ જ એટલું બધું મળતું હોય છે કે યાદી તૈયાર કરી ઉઘરાણી કરવાની ફુરસદ જ નહિ મળતી હોય, હા-હા-હા !”
આટલું કહી મિ. પરે મલાર્ડને બાજુએ આવવા નિશાની કરીને કહ્યું, “મિત્ર, મારે અને મારા અસીલને સારજંટને મળવું છે; તો તમારે ગમે તેમ કરીને એ ગોઠવણ કરી આપવાની છે.”
વાહ, વાહ, સારજંટને મળવું છે? એ તે કંઈ વાત છે!” મલાર્ડ એમ ના કહેતો ગયો, પણ મિ. ૫ર્કરની પાછળ પાછળ તો ગયે જ.
એક અંધારિયા ખૂણામાં થેડી ગુસપુસ ચાલ્યા પછી મલાર્ડ એક કમરામાં ગયો અને થોડી વાર પછી બહાર નીકળી મિ. પિકવિકને અંદર લઈ ગયો.
અંદર સારજંટ કંઈક લખવા બેઠા હતા. મિ. પર્લરે મિ. પિકવિકની ઓળખાણ કરાવી ત્યારે તેમણે બેધ્યાનપણે માથું નમાવ્યું
અને પછી તે લોકોને બેસવા નિશાની કરીને પોતાની કલમ ખડિયામાં ટેકવી દીધી.
“મિપિકવિક બાર્ડેલ અને પિકવિક વાળા મુકદ્મામાં આરોપી છે, સારી સ્નબિન,” મિ. પર્કરે કહ્યું.
મને એ મુકદ્મામાં રોકવામાં આવ્યો છે, કેમ?” સારજંટે પૂછયું.
“હા, જી.” પકરે જવાબ આપ્યો.
સારજંટે ડોકું ધુણુવ્યું અને પછી વધુ જે કંઈ કહેવામાં આવે તે સાંભળવા ઇંતેજારી દેખાડી.
મિ. પિકવિક આપને મળીને એમ જણાવવા માગે છે કે, તેમની સામે આક્ષેપ તદ્દન જૂઠો છે, અને કેવળ ઉપજાવી કઢાવવામાં આવ્યો છે. તે એમ પણ કહેવા માગે છે કે, પોતે તદ્દન નિર્દોષ છે