________________
પિકવિક કલબ કેમ, સાહેબ, તમે તેને ફરિયાદીને ઘેર કંઈક સમાધાનને રસ્તો કાઢવાનું કહેણ લઈને મોકલ્યો હતો ને? જોકે, તેઓ સેમ પાસેથી કશું વિશેષ કઢાવી શકે, એમ મને લાગતું નથી,” મિ. પકરે હસતાં હસતાં જણાવ્યું.
ખરી વાત, તેની પાસેથી તેઓને કશું ફાયદાનું નહિ મળે,” મિ. પિકવિકે પણ હસતાં હસતાં જવાબ આપ્યો; “પણ આપણે હવે કયો રસ્તો લેવાનો છે?”
આપણે તો તેમના સાક્ષીઓની ઊલટતપાસ કરવી જોઈએ, અને તેમની પાસેથી આપણે લાભનું કહેવરાવવું જોઈએ. આપણે એ બાબતમાં સ્નબિનના વકતૃત્વ ઉપર આધાર રાખવાનો, ન્યાયાધીશની આંખમાં ધૂળ નાખવાની, અને યૂરીને આપણી તરફેણમાં ખેંચી લેવાની.”
અને ધારે કે ફેંસલે મારી વિરુદ્ધમાં ગયે, તો ?” મિ. પરે જવાબમાં ચૂપ રહી તપખીરને મોટો સડાકે ખેંચો.
એટલે કે, એમ થાય તો મારે પેલીએ માગેલી નુકસાની ચૂકતે કરી આપવાની, ખરું ?”
મને લાગે છે કે, એમ કરવું પડે ખરું,” મિપરે જરૂર વગર દેવતા સંકરતાં કહ્યું.
તો હું તમને જણાવી દેવા માગું છું કે, તેણે માગેલી નુકસાસાનીમાંથી એક પેની પણ હું ચૂકતે કરવાનો નથી. મારા પૈસામાંથી એક પાઉન્ડ કે એક પેની ડેડસન ઍન્ડ ઑગના ખિસ્સામાં જાય, એ વસ્તુ મારાથી સહન જ નહિ થાય. એ મારે આખરી અને અફર નિરધાર છે,” એમ કહી, મિ. પિકવિકે મેજ ઉપર એક જોરદાર થપાકે માર્યો.
ભલે, સાહેબ, ભલે, તમારું હિત તમે જ વધુ સારી રીતે વિચારી શકે; એમાં મારે શું કહેવાપણું હોય?”