________________
૨૬૨
પિકવિક કલબ બાઈએ ધંધો ચાલુ રાખ્યો. એક શનિવારે રાતે કઈ બુદ્ધો ઘરાક ગુસ્સામાં અહીં દુકાને આવ્યો ને કહેવા લાગ્યો કે, “હું કંઈ બુટન ખાઈને રૂંધાઈ મરવા તમારે ત્યાંથી સેસેજ ખરીદતો નથી. અને માંસ કરતાં બુટનનું પૂરણ કરવાનું સસ્તું પડે એમ પણ હું માનતો નથી.' એમ કહીને તેણે એક પડીકું કાઢી તેમાંથી વીસ-ત્રીસ બુટનનાં અડધિયાં બતાવ્યાં. પેલી બાઈ બેલી કે, “એ તો મારા ધણીનાં કપડાંનાં બુટન છે.” પેલા બુઠ્ઠાએ પૂછયું, “એ શી વાત છે?” ઐયરે કહ્યું, “હવે સમજાયું, મારો ધણી ગુસ્સામાં આવી જઈ માંસ કાપવાના અંજીનમાં પેસી ગયો હશે કે પછી બીજી કોઈ રીતે તે અંજીનમાં ખેંચાઈ ગયો હશે, એટલે તેની જ સેસેજ બની ગઈ છે.' પેલો બુઢ્ઢો તો એ સાંભળી, ઊબકા ખાતો એવો તો નાઠે ને કે પછી કોઈ દિવસ આ દુકાનની સેસેજ ખરીદવાનું કે ખાવાનું ભૂલી ગયો સાહેબ.”
આ કિસ્સો પૂરો થયો ત્યાં સુધીમાં બંને જણ મિત્ર પર્કરના ચેમ્બર આગળ આવી પહોંચ્યા. ત્યાં બારણામાં મિપરનો ગુમાસ્તો લટન એક કંગાળ માણસને એવું સમજાવી-પટાવીને વિદાય કરતે હતો કે, મિ. ૫ર્કર અંદર શું ન જ. મિ. પિકવિકને એ શબ્દો સાંભળી નિરાશ થઈ પાછી વળતા જોઈ લેટને આંખ મિચકારી તેમને ઓફિસમાં અંદર આવવા કહ્યું.
પછી પેલાને બહાર કાઢી, બારણું બંધ કર્યા બાદ, લેટને મિત્ર પિકવિકને કહ્યું, “આ દેવાળિયાને કેસ હજુ ચાન્સરીમાં દાખલ થયે માત્ર ચાર વર્ષ થયાં છે, તેટલામાં તો અઠવાડિયામાં બે વખત પૂછવા આવે છે કે કેસ ક્યારે નીકળશે. એટલે મારે એને એમ કહીને કાઢવો પડે છે કે, મિ. ૫ર્કર અંદર નથી. પણ તમારે માટે તો તે અંદર છે જ.”
મિ. પર્લરે મિ. પિકવિકને જોતાં જ ડસન અને ફગ વિષે ખબર પૂછળ્યા, “આપણે એ હોશિયાર મિત્રોની શી ખબર છે ? તેઓ ચૂપ તો બેસી નહિ જ રહ્યા હોય.”
મિ. પિકવિક જવાબમાં કહ્યું કે, “એ લેક તો અત્રલ બરના બદમાશો છે.”