________________
२०
પિકવિક કલબ જેકસને જવાબમાં એટલું જ કહ્યું, “તમે કોશિશ કરે તેમાં વાંધો નથી; પણ મારી પાસેથી કશું કઢાવી શકશો નહિ. ઉપરાંત એ બધું કલ્પવાનું અને તમને સમજાવવાનું કામ તમારા વકીલ પર્કરનું છે, અમારું નહિ.”
મિ. પિકનિક ડેડસન એન્ડ ફગને માટે એક ગંભીર ગાળ ઉચ્ચારવા જતા હતા, તેવામાં સેમ અંદર આવ્યો.
સેમ્યુઅલ વેલર કે ?” જેકસને પૂછયું.
“ઘણું ઘણું વરસ બાદ તમે જો એક વાત જો સાચી બોલ્યા હો, તો તે આ છે.” સેમે સ્વસ્થતાથી જવાબ આપ્યો.
“આ તમારે માટે “સબપેન” છે.” “અંગ્રેજી ભાષામાં એનો શો અર્થ થાય છે, તે કહે !”
“અને આ શિલિંગ,” પૂછેલા પ્રશ્નનો જવાબ ટાળીને જેકસને કહ્યું, “એ શિલિંગ ડોડસન ઍન્ડ ફેંગ તરફથી મોકલવામાં આવ્યો છે.”
વાહ, મને ઓળખતા પણ નથી, ને ભેટ મોકલી, તે એ બહુ સારા માણસ કહેવાય. મને એમના તરફથી એ ભેટ મેળવ્યાનો બહુ આનંદ થાય છે. જ્યાં જ્યાં કશે ગુણ છે, ત્યાં ઓળખાણ વિના પણ આમ કદર કરનારા લોકો લંડનમાં તો શું પણ દુનિયામાં પણ શોધવા ન મળે. મને તો રડવું આવી જાય છે, સાહેબ,” એમ કહી સેમે તરત બાંય આંખેએ લગાડી.
જેકસનને તેમના બેલવાનો શો અર્થ કરવો તે ન સમજાતાં તેણે ત્યાંથી ઝટપટ ચાલતી પકડી.
તે રાતે મિ. પિકવિકને બહુ થોડી ઊંઘ આવી. બીજે દિવસે સવાર થતાં જ તે સેમને લઈને મિપર્યરની ઓફિસે દોડી ગયા.
રસ્તામાં તેમણે કેવળ મનની મૂંઝવણ દૂર કરવા જ સેમ સાથે વાતો ઉપાડી. “સેમ, દાવાની મુદત બીજે મહિને ૧૪મી તારીખની
છે.”
બહુ ખેલદિલી કહેવાય.”