________________
કાયદા અંગેનું થોડુંક “વેઢ-શ્રી ? શી વાતની ?”
“કેમ, તે તે પ્રેમ-પત્રને “વેલેન્ટાઈન-દિન* છે, એટલે તે જ દિવસે પરણવાના આપેલા વચનને ફેક કરવા બાબતની દાવાની મુદત હેવી, એ ખેલદિલી જ કહેવાય ને !”
મિ. પિકવિકમાં એ જવાબથી કશી રમુજ પ્રગટયાનાં ચિહ્નો ન જણાતાં, સેમે મિ. પિકવિકની ગમગીની દૂર કરવા જ એક ઘર તરફ આંગળી કરીને કહ્યું, “સાહેબ એ મકાનમાં વિખ્યાત સૌસેજફેકટરી છે.” આ “વિખ્યાત વળી કેમની ?”
“કેમ સાહેબ, આ ફેકટરીના માલિકે એવું અંજિન શોધી કાઢયું છે કે, તેની પાસે પથરો મૂકે તો પણ કુમળું બાળક હોય તેની પેઠે તેનું કચુંબર કરી તેની સોસેજ બનાવી દે. પણ તેની બૈયર કર્કશા હતી, સાહેબ. એક દિવસ પેલાએ બૈરીને ધમકાવીને કહ્યું, “તું આમ ચલાવ્યે રાખીશ તે હું અમેરિકર જતો રહીશ.” તો બૈયર કહે કે,
અમેરિકરના લોકોને તેમના એ કમનસીબ માટે હું અત્યારથી સહાનુભૂતિ પાઠવું છું.” એટલું કહી પછી તે કલાક સુધી બેલતી ને બબડતી રહી ને પછી ચીસો પાડવા માંડી ને ત્રણ કલાક બેભાનમાં રહી. વચ્ચે વચ્ચે તે બેલ્યા કરતી, “આ માટીડો મારે કાળ છે-મારો જીવ લેશે.” બસ બીજે દિવસે જ માટીડે ગેબ થઈ ગયો. કશું જ લીધા વગર ગયો હતો, કાટ પણ અહીં જ હતો એટલે અમેરિકર નહિ ગયો હોય એમ લાગતું હતું. પછી તો દહાડા ગયા ને અઠવાડિયાં પણ. પરંતુ, તે પાછો જ ન આવ્યો. મિસસે પરચા છપાવ્યા છે, જે તે પાછો આવશે, તે તેના બધા ગુના માફ કરવામાં આવશે, તથા તેને સારી રીતે રાખવામાં આવશે. છતાં તે પાછો ન જ આવ્યો એટલે તેને નાસી ગયેલો માનીને
* ૧૪મી ફેબ્રુઆરીના દિવસ પ્રેમીઓનો દિવસ ગણાય છે. તે દિવસે પંખીઓ પિતાને પ્રેમ-સાથી પસંદ કરે છે, એમ મનાય છે. પ્રેમ-સાથી પસંદ થયેલો હોય, તો તે દિવસે તેને પ્રેમપત્ર કે બીજી નિશાની મેકલવામાં આવે છે.